महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

છબી
  महाभारत काल  दुनिया के महान धार्मिक-पौराणिक ग्रंथों में महाभारत काफी लोकप्रिय है. यह ऐसा महाकाव्य है, जो हजारों वर्षो के बाद भी अपना आकर्षण बनाये हुए है. यह काव्य रचना जितनी लौकिक है, उतनी ही अलौकिक भी. इसके जरिये जीवन-जगत, समाज-संबंध, प्रेम-द्वेष, आत्मा-परमात्मा के रहस्यों को समझा जा सकता है. शायद यही वजह है कि समय के बड़े अंतराल के बाद भी इसका महत्व कम नहीं हुआ है. इसी महाभारत में श्रीकृष्ण के कर्म, अनुराग, युद्ध, रणनीति वगैरह के दर्शन भी मिलते हैं. अब तो श्रीभगवद् गीता को प्रतिष्ठित प्रबंधन संस्थानों में पढ़ाया जा रहा है. इसके घटनाक्रम और वृतांत यह जिज्ञासा पैदा करते रहे हैं कि इस काव्य का रचनाकाल क्या है. कोई इसे तीन हजार साल पुराना मानता है तो किसी की मान्यता है कि यह करीब 1400 ईपू या 950 ईपू पुरानी बात है. महाभारत के रचनाकाल पर बीते दिनों बिहार-झारखंड के मुख्य सचिव रहे विजय शंकर दुबे ने पटना के प्रतिष्ठित केपी जायसवाल शोध संस्थान में विशेष व्याख्यान श्रृंखला के तहत अपना लिखित व्याख्यान पेश किया. यह विषय इतना रोचक और दिलचस्प रहा है कि आज भी उसकी लोकप्रियता जस की तस बनी ...

અપ્સરા રંંભા




અપ્સરા રંભા

            હિંદુ ધર્મ ગ્રંથો પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને રંભા ત્રીજ અથવા રંભા તૃતીયા વ્રત કહેવામાં આવે છે. આ વર્ષે શુક્રવારે ઊજવવામાં આવશે. શુક્રવાર હોવાથી આ દિવસે શિવ-પાર્વતી પૂજાનું મહત્ત્વ વધી જશે. પરણિતાઓ સૌભાગ્ય માટે આ વ્રત રાખે છે. મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર, સૌભાગ્ય અને સંતાન સુખની ઇચ્છાથી આ વ્રત કરે છે. આ વ્રતમાં ભગવાન શિવ-પાર્વતી સાથે લક્ષ્મીજીની પૂજા પણ કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે અપ્સરા રંભાએ આ વ્રત કર્યું હતું. એટલે તેને રંભા ત્રીજ કહેવામાં આવે છે.

વેદો અને પુરાણોમાં અપ્સરા વિશે ઉલ્લેખવામાં આવ્યું છે. જેના પ્રમાણે ઇન્દ્રની સભામાં પ્રમુખ અપ્સરાઓ રહે છે. તેમાં મુખ્ય રંભા અને અન્ય કૃતસ્થલી, પુંજિકસ્થલા, મેનકા, પ્રમ્લોચા, અનુમ્લોચા, ધૃતાવી, વર્ચા, ઉર્વશી, પૂર્વચિત્તિ અને તિલોત્ત્મા હતી. ઋગ્વેદમાં ઉર્વશી પ્રસિદ્ધ અપ્સરા માનવામાં આવે છે. યજુર્વેદ પ્રમાણે પાણીમાં અપ્સરાઓનો વાસ થાય છે. ત્યાં જ, અથર્વવેદ પ્રમાણે પીપળા અને વડના વૃક્ષ અથવા અન્ય વૃક્ષ ઉપર અપ્સરાઓ રહતી હતી. સામવેદ પ્રમાણે ગાયન, નૃત્ય અને દેવી-દેવતાઓની પૂજા તેમનું મુખ્ય કામ હતું.

પુરાણોમાં રંભા વિશે ઉલ્લેખવામાં આવ્યું છે કે તે સમુદ્રમંથન દ્વારા પ્રકટ થઇ હતી. ત્યાર બાદ ઇન્દ્રએ રંભાને પોતાની રાજસભામાં સ્થાન આપ્યું હતું. એક પ્રસિદ્ધ કથા પ્રમાણે રંભાએ વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરવાની કોશિશ કરી હતી. જેથી ગુસ્સે થઇને વિશ્વામિત્રએ તેને અનેક વર્ષો સુધી પત્થરની મૂર્તિ બની રહેવાનો શ્રાપ આપ્યો હતો. ત્યાર બાદ રંભાએ ભગવાન શિવ-પાર્વતીની પૂજાથી સામાન્ય શરીર પ્રાપ્ત કર્યું.

અપ્સરા રંભાના નામે 2 વ્રત

અપ્સરા રંભાના નામથી જેઠ મહિનાના સુદ પક્ષની ત્રીજનું વ્રત કરવામાં આવે છે. તેને રંભા ત્રીજ કહેવામાં આવે છે. તેને કરવાથી સૌભાગ્ય અને સંતાન સુખ મળે છે અને પતિની ઉંમર પણ વધે છે. આ સિવાય ભગવાન વિષ્ણુની કૃપાથી કારતક મહિનાના વદ પક્ષની એકાદશીએ રંભા એકાદશી વ્રત કરવામાં આવે છે. જે ચાતુર્માસની છેલ્લી એકાદશી હોય છે. જેથી તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. આ વ્રત પણ ખાસ કરીને મહિલાઓ માટે છે.

અપ્સરા રંભા સાથે જોડાયેલી ખાસ વાતો

રંભા પોતાના રૂપ અને સૌંદર્ય માટે ત્રણ લોકમાં પ્રસિદ્ધ હતી.

થોડાં પુરાણોમાં પ્રસિદ્ધ અપ્સરા રંભાનું સ્થાન કુબેરની સભામાં માનવામાં આવે છે.

ઇન્દ્રએ દેવતાઓ પાસેથી રંભાને પોતાની રાજસભા માટે પ્રાપ્ત કરી હતી.

સ્વર્ગમાં અર્જુનના સ્વાગત માટે રંભાએ નૃત્ય કર્યું હતું.

મહાભારતમાં તેને તુરુંબ નામના ગંધર્વની પત્ની જણાવી છે.

રંભા કુબેરના પુત્ર નલકુબેર સાથે પત્ની તરીકે રહેતી હતી.

રાવણ સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, રાવણે રંભા સાથે બળનો પ્રયોગ કરવાની કોશિશ કરી હતી, જેના કારણે રંભાએ રાવણને શ્રાપ આપ્યો હતો.

વાલ્મીકિ રામાયણ પ્રમાણે વિશ્વામિત્રના શ્રાપથી પત્થરની મૂર્તિ બની રંભા એક બ્રાહ્મણ દ્વારા ઋષિના શ્રાપથી મુક્ત થઇ હતી.

સ્કંદપુરાણમાં રંભા શ્વેતમુનિ દ્વારા છોડવામાં આવેલાં બાણથી રંભાને સામાન્ય સ્વરૂપ મળ્યું હતું.

આ વખતે રંભા તીજ આજે એટલે કે 2જી જૂને રાખવામાં આવશે. આ વ્રત ખાસ કરીને પરિણીત મહિલાઓ અને અપરિણીત છોકરીઓ માટે ફળદાયી છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે અપ્સરા રંભાના વિવિધ નામોની પૂજા કરવાથી ભક્તનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અપ્સરા રંભાએ મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે આ વ્રત કર્યું હતું. આ વ્રત કરવાથી શિવ-પાર્વતી અને દેવી લક્ષ્મી ત્રણેયની કૃપા પ્રાપ્ત થાય છે.

જેઠ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે રંભા તૃતીયા એટલે કે રંભા ત્રીજ(Rambha teej)  વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે રંભા ત્રીજ 2 જૂન 2022 એ આવી રહી છે. આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિના જીવનમાં પ્રેમ, સુંદરતા અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. એવું માનવામાં આવે છે કે, આ વ્રત ખાસ કરીને પરિણીત મહિલાઓ માટે ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, અપ્સરા રંભાની ઉત્પત્તિ દેવો અને અસુરો દ્વારા થયેલા સુમદ્ર મંથન સમયે થઈ હતી.

એવું માનવામાં આવે છે કે, આ દિવસે અપ્સરા રંભાના વિવિધ નામોની પૂજા કરવાથી વ્યક્તિને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણો અપ્સરા રંભાના કયા નામનો જાપ કરવામાં આવે છે

રંભા ત્રીજ : પતિની લાંબી ઉંમર, સંતાન સુખ માટેનું વ્રત 

પૌરાણિક કથાઓમાં જણાવ્યા પ્રમાણે અપ્સરા રંભાએ પણ આ વ્રત કર્યું હતું

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે સમુદ્ર મંથનમાંથી બહાર આવેલાં ચૌદ રત્નોમાં રંભાનું આગમન સમુદ્ર મંથનના કારણે થયું હોવાથી તે પૂજનીય છે. અપ્સરાઓનો સંબંધ સ્વર્ગ સાથે માનવામાં આવે છે. એટલે તેમની પાસે અનેક દિવ્ય શક્તિઓ હોય છે. રંભા ત્રીજના દિવસે પરિણીતા મહિલાઓ ભગવાન શિવ, માતા પાર્વતી અને માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરે છે.

પોતાના સુહાગની લાંબી ઉંમર માટે સોળ શ્રૃંગાર કરે છે અને સૌભાગ્ય તથા સુખની પ્રાપ્તિ માટે ત્રીજ વ્રત રાખે છે. રંભા ત્રીજના દિવસે પરિણીત મહિલાઓ ઘઉં, અનાજ અને ફૂલ સાથે બંગડીની જોડની પણ પૂજા કરે છે. આ દિવસે પૂજા-ઉપાસના કરવાથી મહિલાઓનું આકર્ષણ, સુંદરતા અને સૌંદર્ય જળવાયેલું રહે છે. પતિની લાંબી ઉંમર, યોગ્ય વર સાથે જ નિઃસંતાન મહિલાઓને સંતાન સુખ પણ આ વ્રતથી મળે છે.

આ વ્રતમાં મહિલાઓ સવારે જલ્દી જાગીને ઘરની સફાઈ કરે છે. તીર્થ સ્થાન અથવા પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરે છે. આ દિવસે મહિલાઓ સૌભાગ્ય પ્રાપ્તિ માટે આખો દિવસ વ્રત રાખે છે અને સોળ શ્રૃંગાર કરે છે. આ વ્રતમાં મહેંદી લગાવવાનું વિશેષ મહત્ત્વ છે. રંભા ત્રીજ વ્રતમાં મહિલાઓ સૌભાગ્ય સામગ્રીઓ એટલે શ્રૃંગારની વસ્તુઓનું દાન પણ કરે છે.

આ સિવાય આ વ્રતમાં માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. લક્ષ્મીજી અને દેવી પાર્વતીની પૂજામાં સૌભાગ્ય સામગ્રી અર્પણ કરે છે. આ દિવસે ઘરે જ શિવ, પાર્વતી અને ગણેશજીની આરાધના કરીને ઘરના વડીલોના આશીર્વાદ લેવામાં આવે છે. ઘરની વડીલ મહિલાઓને શ્રૃંગારની વસ્તુઓ અને મીઠાઈ આપવામાં આવે છે.

રંભા ત્રીજ વ્રતનું વિધાન

સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું. ત્યાર બાદ પૂર્વ દિશામાં મોં રાખીને પૂજા માટે બેસવું. ભગવાન શિવ-પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરવી. તેમની આસપાસ પૂજામાં પાંચ દીવા પ્રગટાવવાં. ત્યાર બાદ પહેલાં ગણેશજીની પૂજા કરવી. પછી આ 5 દીવાની પૂજા કરવી.

ત્યાર બાદ ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવી જોઇએ. પૂજામાં દેવી ગૌરી એટલે પાર્વતીને કંકુ, ચંદન, મહેંદી, લાલ ફૂલ, ચોખા અને અન્ય પૂજા સામગ્રી ચઢાવવી. ભગવાન શિવ ગણેશ અને અગ્નિદેવને અબીર, ગુલાલ, ચંદન અને અન્ય સામગ્રી ચઢાવો.

આટલું જ નહીં આ દિવસે રંભોત્કીલન યંત્રની પણ પૂજા કરવામાં આવે છે. અપ્સરા રંભાને ચંદન, ફૂલ, ફળ વગેરે અર્પણ કરવામાં આવે છે. પૂજામાં માતાની સામે દીવો પ્રગટાવો. હાથમાં ગુલાબી રંગના ચોખા લઈને યંત્ર પર આ મંત્રોનો જાપ કરો.

ॐ દિવ્યાયૈ નમઃ ।

ॐ વાગીશ્ચરાયૈ નમઃ ।

ॐ સૌંદર્ય પ્રિયાયૈ નમઃ ।

ॐ યોવન પ્રિયાયૈ નમઃ ।

ॐ સૌભાગ્દાયૈ નમઃ ।

ॐ આરોગ્યપ્રદાયૈ નમઃ ।

ॐ પ્રાણપ્રિયાયૈ નમઃ ।

ॐ ઉર્જશ્ચલાયૈ નમઃ ।

ॐ દેવપ્રિયાયૈ નમઃ ।

ॐ ઐશ્વર્યપ્રદાયૈ નમઃ ।

ॐ ધનદાયૈ ધનદા રમ્ભાયૈ નમઃ ।

રંભા ત્રીજનું મહત્વ : આ દિવસે વિધિ-વિધાન સાથે પૂજા કરવાથી અને મંત્રોના જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌંદર્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રત પરિણીત મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે અને પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે. એટલું જ નહીં, જેમના લગ્ન નથી થયા તે મહિલાઓ ઈચ્છિત વર મેળવવા માટે આ વ્રત રાખે છે.

ટિપ્પણીઓ

શું આપ જણો છો ?

श्रीशनिजयंति(SHANI JAYANTI)

ફાગણ વદ એકાદશી : પાપમોચિની એકાદશી (PAPMOCHINI EKADASHI)

महाकवि कविकुलगुरु कालिदासजी

गुरुपूर्णिमा महोत्सव (GURUPURNIMA MAHIMA)

વડ : ધરતિનું કલ્પવૃક્ષ