महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

છબી
  महाभारत काल  दुनिया के महान धार्मिक-पौराणिक ग्रंथों में महाभारत काफी लोकप्रिय है. यह ऐसा महाकाव्य है, जो हजारों वर्षो के बाद भी अपना आकर्षण बनाये हुए है. यह काव्य रचना जितनी लौकिक है, उतनी ही अलौकिक भी. इसके जरिये जीवन-जगत, समाज-संबंध, प्रेम-द्वेष, आत्मा-परमात्मा के रहस्यों को समझा जा सकता है. शायद यही वजह है कि समय के बड़े अंतराल के बाद भी इसका महत्व कम नहीं हुआ है. इसी महाभारत में श्रीकृष्ण के कर्म, अनुराग, युद्ध, रणनीति वगैरह के दर्शन भी मिलते हैं. अब तो श्रीभगवद् गीता को प्रतिष्ठित प्रबंधन संस्थानों में पढ़ाया जा रहा है. इसके घटनाक्रम और वृतांत यह जिज्ञासा पैदा करते रहे हैं कि इस काव्य का रचनाकाल क्या है. कोई इसे तीन हजार साल पुराना मानता है तो किसी की मान्यता है कि यह करीब 1400 ईपू या 950 ईपू पुरानी बात है. महाभारत के रचनाकाल पर बीते दिनों बिहार-झारखंड के मुख्य सचिव रहे विजय शंकर दुबे ने पटना के प्रतिष्ठित केपी जायसवाल शोध संस्थान में विशेष व्याख्यान श्रृंखला के तहत अपना लिखित व्याख्यान पेश किया. यह विषय इतना रोचक और दिलचस्प रहा है कि आज भी उसकी लोकप्रियता जस की तस बनी हुई है. इ

વડ : ધરતિનું કલ્પવૃક્ષ




                વડનું વૃક્ષ મોટા ઘેરાવાવાળું હોય છે અને આ વૃક્ષ પ્રસિદ્ધ તેમજ બધાનું જાણીતું છે. આપણે ત્યાં વટ સાવિત્રી જેવા દિવસોએ વડની પૂજા કરવામાં આવે છે. તેમજ વડના વૃક્ષ પરથી કહેવતો પણ બની છે કે “વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા”. વડનું વૃક્ષ ગામના ગોંદરે, તળાવના કિનારે, કુવાને કાંઠે કે મંદીરની આજુબાજુ જોવા મળે છે. કોઈ પણ ગામમાં ઉનાળામાં બળબળતા બોપોરે વડની નીચે છાયડે નીચે બેસતા રાહત અનુભવાય છે.

વડલાનું વિશાળ વૃક્ષ હોય છે. ખાસ કરીને તેનો મોટો આકાર, ઓક્સીજન પ્રદાન કરવા માટે અને હિંદુ ધર્મમાં આસ્થાની માન્યતાઓથી જોડીને જોવામાં આવે છે. આ વૃક્ષને વટવૃક્ષ પણ કહેવામાં આવે છે. વડનું વાનસ્પતિક નામ ફાઈક્સ બેંગાલેસિસ (Ficus Benghalensis) છે. જેને અંગ્રેજીમાં Banyan Tree કહેવામાં આવે છે.

 

વડનું વૃક્ષ સીધું હોય છે, ઘેરાવદાર વિશાળ પ્રમાણમાં ફેલાય છે. તેના મૂળ ડાળીઓ સાથે જોડાયેલા હોય છે. અને નીચેની તરફ ફેલાય છે. જે વધારે પ્રમાણમાં ફેલાયને નીચે આવે છે અને તેનું પણ થડ બની જાય છે. વડના ફળ ગોળ, નાનું અને લાલ રંગના હોય છે. તેના ફળની અંદર બીજ હોય છે. જે ખુબ જ નાના હોય છે. વડના પાંદડા પહોળા હોય છે. જેના તાજા પાંદડા, ડાળીઓ છાલને તોડવાથી અંદરથી સફેદ રંગનો તરલ પદાર્થ નીકળે છે. જેને લેટેક્સ અમલ કહેવામાં આવે છે.

આ વુક્ષ છાયાદાર વૃક્ષ વિશાળ ડાળીઓ અને સાખાઓ વાળું હોય છે. આ વુક્ષ દુકાળના સમયે પણ જીવિત ટકી રહી શકે છે. ઔષધી તરીકે માત્ર વૃક્ષ જ નહિ પરંતુ તેની છાલ, ફળ, બીજ, દૂધ, વગેરેનો રોગના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. વડના વૃક્ષ કફ, વાત અને પિત્ત દોષને ઠીક કરવા માટે કરવામાં આવે છે. નાક, કાન અથવા વાળની સમસ્યા ઠીક કરવા માટે વડના વૃક્ષથી લાભ મળે છે.

આ વડનું વૃક્ષ 70 થી 80 ફૂટ જેટલું ઊંચું હોય છે. પરંતુ જેની વડવાઈ ફેલાઈને જમીનમાં ઊંડે જતા તે પણ થડ જેવી બની જાય છે. તેવી રીતે વડનું વૃક્ષ ખુબ જ ફેલાઈ શકે છે અને મોટો વડ બની જાય છે, જેમકે ગુજરાતમાં જોવા મળતો કબીર વડ વિશાળ જગ્યામાં ફેલાયો છે. વડનું વૃક્ષ બધે જ થતું હોવાથી તેના વિશે બધાં લોકો ઓળખે છે.

વડના બધા અંગો અંગો ઔષધ રૂપે વપરાય છે. વડ શીતળ, ભારે, ગ્રાહી, મળને બાંધનાર, વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ, પિત્ત ને યોનિના રોગોને નાશ કરે છે. વડની છાલ, પાન, વડવાઈ, ટેટા, દૂધ એને પાનના અંકુર ઔષધમાં વપરાય છે.

વડનું ઝાડ સર્વાંગ દુધવાળું હોય છે. તેના પાન, ડાળીઓ વગેરે તોડવાથી કે તેની છાલ ઉખાડવાથી દૂધ નીકળે છે. તેના પંચાંગના ચૂર્ણની માત્રા બેથી ચાર ગ્રામની અને દુધની માત્રા ગ્રામના ચોથા ભાગથી 1 ગ્રામ સુધીની હોય છે.

વડ પિત્ત, દાહ, તરસ, જવર, શ્વાસ તથા ઉલ્ટીનો નાશ કરનાર છે. વડના પાંદડા યોની રોગ અને મુત્રદોષનો નાશ કરે છે. વડના ફળો ગ્રાહી ગુણ ધરાવે છે. વડના ફળ કફ, પિત્ત અને વાયુનો નાશ કરે છે. વડના પાન પેટ પર બાંધવાથી ફાયદો થાય છે. વડના વૃક્ષને ઝાડા અને મરડાનો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

વડના ઉકાળાના લાભ: વડની છાલ, પીપળી, આંબળા, બોરડીની છાલ, જેઠીમધ, ચારોળી, લોધર, ઉંબરાની છાલ, પીપળાની છાલ, અખરોટના વૃક્ષની છાલ, ટેટીની છાલ, આંબાની છાલ, મોટી હરડે, અર્જુનની છાલ, ભિલામો આ બધી વસ્તુઓને ભેગી કરી 10-10 ગ્રામ લઇ તેનો ઉકાળો બનાવી. આ ઉકાળાને સ્ત્રીને યોની અને મૂત્રમાર્ગના રોગ થયો હોય તો કે જોઈ ઈજા જખમ અથવા હાડકું ભાંગી ગયું હોય, દાહ બળતી કે ડાયાબીટીસની તકલીફ હોય તો તેનો ઉકાળો આપવાથી લાભ થાય છે.

વડના લાડુના લાભ: વડના વૃક્ષની વડવાઈ, પીપળાના મૂળ, ઉંબરાની છાલ,સરસડી મૂળ, દરેક વસ્તુને 25-25 ગ્રામની માત્રામાં લઈ તેમાં ગોળ તથા મધ મિક્સ કરી લઈ, તેના લાડુ બનાવી લેવા. આ લાડુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. આ લાડુ સવારે અને સાંજે ખાવાથી અને બાદમાં દૂધ પી લેવું. આ ઈલાજ કરવાથી ટીબી-ક્ષય તથા જીણો તાવ- જીર્ણ જવ, સંગ્રહણી, હરસ-અર્શ, પાંડુ-એનીમિયા રોગ તેમજ ભસ્મક રોગ મટે છે. અલાડુ મનને પણ શાંતિ આપે છે અને તણાવ દુર કરે છે.

વડનો મલમના લાભ: વડના સુકા પાનને બાળી, ધુમાડો નીકળી જાય ત્યારે તેના ઉપર વાસણ ઢાંકી દઈ, તેની રાખ કરવી. ઘી અને મીન તૈયાર કરી તેમાં આ રાખ મેળવીને મલમ બનાવવો. આ મલમ ચોપડવાથી જખમ, ઘાવ અને ઈજા મટે છે. આ મલમ હરસ મસાને મટાડવા માટે ઉપયોગી માનવામાં આવે છે.

વીર્ય રોગ: વડના ટેટા સ્વાદમાં મધુર અને તુરા હોય છે. વડના ટેટા સ્ત્રી અને પુરુષ ને બંને માટે ખાવા યોગ્ય છે. તે વીર્ય વર્ધક અને વીર્યશોધક છે. તેના દુધના ટીપા પતાસા ઉપર લઇ ખાવાથી સ્વપ્ન દોષ, વીર્ય પાતળું એટલે ધાતુનું પાતળું થવું વગેરે સમસ્યા મટી જાય છે. વડના દુધમાં અફીણ તથા જ્જાય્ફ્લ ઘૂંટી, ગોળીઓ બનાવીને લેવાથી વીર્યનું સ્તંભન થા છે. વડનું દૂધ તથા વડની છાલ વીર્ય સ્તંભક અને વીર્ય વર્ધક છે..

 

હિન્દુ ધર્મમાં ઘણા વૃક્ષ એવા છે જેમને પૂજનીય માનવામાં આવે છે.
તેનુ કારણ પણ છે. કારણ કે અનેક ઝાડ છોડ ફુલ અને વૃક્ષોની જડમાં વિવિધ દેવતાઓ અને ગ્રહોનો વાસ માનવામાં આવે છે. અને તેમના દ્વારા જીવનની અનેક પરેશાનીઓ કષ્ટોથી મુક્તિ મેળવી શકાય છે. આવુ જ એક ખાસ ઝાડ છે વડનુ. તેને વટવૃક્ષ પણ કહે છે.
તેમા દેવતાઓનો
વાસ માનવાથી તેને પૂજવામાં આવે છે અને વિશેષ દિવસમાં તો તેની ખાસ પૂજા પણ કરવામાં આવે છે. વડના વૃક્ષને જ્યોતિષ અને તાંત્રિક ગ્રંથો સાથે આયુર્વેદમાં પણ મહત્વનુ સ્થાન પ્રાપ્ત છે. કારણ કે આ ઝાડના પંચગવ્ય એટલે કે ફૂલ ફળ પાન છાલ અને જડ દ્વારા અનેક રોગોનુ નિદાન કરવામાં આવે છે.આવો જાણીએ વડના ઝાડની જડના
ફાયદા

વડના ઝાડના જડના ફાયદા વિશે વાત કરીએ તો તેની જડ ગ્રહોની શાંતિ કરવા જેવા કાર્યમાં ખૂબ જ કામ આવે છે. લોકોને આ વાતની જાણકારી નથી કે તેની જડ કેટલી ચમત્કારિક રૂપથી લાભ પહોચાડે છે. આવો જાણીએ વડના જડને કેમ
અને કેવી રીતે ધારણ કરવામાં આવે છે.

- જો પ્રોપર્ટી વ્યવસાય ખેતી સાથે જોડાયેલ કાર્ય કરનારાઓએ આ વડની જડનુ લોકેટ જરૂર ધારણ કરવુ જોઈએ.

વડના ઝાડ પર મંગળનુ અધિપત્ય હોય છે.
તેથી મંગળ ગ્રહની શાંતિ માટે વડની જડને ધારણ કરવાનુ વિધાન છે. જો કોઈ જાતક વડવૃક્ષની જડને ધારણ કરે ક હ્હે તો તેની જન્મકુંડ્ળીમાં મંગળ સાથે જોડાયેલ સમસ્ત દોષ સમાપ્ત થાય છે. માંગલિક દોષના કારણે કોઈ જાતકના વિવાહમાં અવરોધ આવી રહ્યો છે તો વડ વૃક્ષની જડથી મંગળ દોષની શાંતિ થાય છે.
વડ વૃક્ષની જડ ધારણ કરવાથી કુંડળીના અંગારક દોષ શાંત થાય છે.
જમીન ભવન સંપત્તિ સંબંધી કાર્યોમાં અવરોધ આવી રહ્યા હો તો વડ વૃક્ષની જડ ધારણ કરવી જોઈએ.

જો કર્જથી મુક્તિ મેળવવા માંગો છો તો આ રીતે ધારણ કરો વડની જડ

વડના જડના લોકેટનુ મહત્વ

-વડ વૃક્ષની જડ કર્જમુક્તિ ક અરવાનુ મુખ્ય માર્ગ છે.
તેને પહેરવાથી જલ્દી કર્જથી મુક્તિ મળે છે.
સ્ત્રીઓમં રક્ત સંબંધી અનિયમિતતાઓ વડ વૃક્ષની જડ પહેરવાથી દોરો થઈ જાય છે.

- દેવતાઓમાં બ્રહ્માનો વાસ વડ વૃક્ષમાં માનવામાં આવ્યો છે. તેથી બ્રહ્માની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

- તેની જડ ધારણ કરવાથી માનસિક શાંતિ મળવા ઉપરાંત વિચારોને શુદ્ધતા પ્રાપ્ત થાય છે
અને મગજ એક કેન્દ્રીત કરી શકય છે.

- અનેક બીમારીઓમાં પણ વડની જડ લાભકારી હોય છે.

- તેની જડને જો દૂધ સાથે ઘસીને મહિલાઓને પીવડાવવામાં આવે તો નિસંતાનતાની સમસ્યા દૂર થાય છે.

હવે જાણો કેવી રીતે પહેરશો વડના વૃક્ષની જડ

વડના વૃક્ષની જડ પહેરતા પહેલા તેને ગંગાજળ અને ગાયના કાચા દૂધથી સારી રીતે ધોઈ લ ઓ.

તેની સામાન્ય પૂજા કર્યા પછી તેને સફેદ કપડામાં બાંધીને કમર પર કે બાજુ બંધમાં બાંધી લો.

- તેને લોકેટમાં ભરીને પણ પહેરી શકાય છે

- વડ વૃક્ષની જડ ધારણ કર્યા પછી બ્રહ્માજીના નામનો દીવો અને ધૂપ જરૂર લગાવો અને એ સમયે ૐ ક્રાં ક્રી. ક્રૌ સ: ના મંત્રની એક માળાનો જાપ કરો.

વડની જડ બુધવાર મંગળવાર કે મૃગશિરા ચિત્રા કે ધનિષ્ઠા નક્ષત્રમાં પહેરવી જોઈએ.


ટિપ્પણીઓ

શું આપ જણો છો ?

श्रीशनिजयंति(SHANI JAYANTI)

ફાગણ વદ એકાદશી : પાપમોચિની એકાદશી (PAPMOCHINI EKADASHI)

गुरुपूर्णिमा महोत्सव (GURUPURNIMA MAHIMA)

महाकवि कविकुलगुरु कालिदासजी