महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

છબી
  महाभारत काल  दुनिया के महान धार्मिक-पौराणिक ग्रंथों में महाभारत काफी लोकप्रिय है. यह ऐसा महाकाव्य है, जो हजारों वर्षो के बाद भी अपना आकर्षण बनाये हुए है. यह काव्य रचना जितनी लौकिक है, उतनी ही अलौकिक भी. इसके जरिये जीवन-जगत, समाज-संबंध, प्रेम-द्वेष, आत्मा-परमात्मा के रहस्यों को समझा जा सकता है. शायद यही वजह है कि समय के बड़े अंतराल के बाद भी इसका महत्व कम नहीं हुआ है. इसी महाभारत में श्रीकृष्ण के कर्म, अनुराग, युद्ध, रणनीति वगैरह के दर्शन भी मिलते हैं. अब तो श्रीभगवद् गीता को प्रतिष्ठित प्रबंधन संस्थानों में पढ़ाया जा रहा है. इसके घटनाक्रम और वृतांत यह जिज्ञासा पैदा करते रहे हैं कि इस काव्य का रचनाकाल क्या है. कोई इसे तीन हजार साल पुराना मानता है तो किसी की मान्यता है कि यह करीब 1400 ईपू या 950 ईपू पुरानी बात है. महाभारत के रचनाकाल पर बीते दिनों बिहार-झारखंड के मुख्य सचिव रहे विजय शंकर दुबे ने पटना के प्रतिष्ठित केपी जायसवाल शोध संस्थान में विशेष व्याख्यान श्रृंखला के तहत अपना लिखित व्याख्यान पेश किया. यह विषय इतना रोचक और दिलचस्प रहा है कि आज भी उसकी लोकप्रियता जस की तस बनी हुई है. इ

ફાગણ વદ એકાદશી : પાપમોચિની એકાદશી (PAPMOCHINI EKADASHI)




પાપમોચિની એકાદશીનું માહાત્મ્ય ભવિષ્યોત્ર પુરાણમાં શ્રીકૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે.

એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, તમે મને આમ્લકી એકાદશીનું માહાત્મ્ય સમજાવ્યું, હવે કૃપા કરીને (માર્ચ એપ્રિલ) ફાગણ વદમાં આવતી એકાદશીનું માહાત્મ્ય સમજાવો. આ એકાદશીનું નામ શું છે ? આ એકાદશી કઈ રીતે કરવાની અને તેનું ફળ શું મળે તે પણ સમજાવો. “ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો કે હે શ્રેષ્ઠ રાજા, આ એકાદશીનું નામ પાપમોચિની એકાદશી છે. હવે હું તને આ એકાદશીનું માહાત્મ્ય કહું છું તે સાંભળો. વર્ષો પહેલાં આ એકાદશીનું મહાત્મ્ય લોમાસા મુનિએ મન્દાતા રાજાને સંભળાવ્યું. પાપમોચિની એકાદશી ફાગણ વદમાં આવે છે. આ એકાદશીથી કોઈના પણ પાપો નાશ પામે છે, જીવનમાં પિશાચશક્તિઓ નાશ પામે છે અને આઠ પ્રકારની ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે."

લોમાસા મુનિએ કહ્યું, “પૌરાણિક સમયમાં, દેવતાઓના ખજાનચી કુબેર પાસે કેઈત્રરથ નામે સુંદર ફૂલોનું વન હતું. જેમાં અલૌકિક વસંતની ખૂશ્બના પરિણામે ખુશનુમા હવામાન હતું. ગાંધર્વીઓ અને કિન્નરીઓ જેવી સુંદર સ્વર્ગિય બાળાઓ ત્યાં વિવિધ રમતોનો આનંદ માણતી હતી.” દેવાધિદેવ ઈન્દ્ર ત્યાં અવારનવાર આવતાં અને પ્રેમાલાપ કરતાં. એ જંગલમાં, માધવી નામે મોટા મુનિ કે જે શિવના પરમ ભક્ત હતાં તે ત્યાં તપશ્ચર્યા કરતાં હતા. અપ્સરાઓ અને સ્વર્ગની નૃત્યબાળાઓ મુનિને જુદી જુદી રીતે ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા. આ અપ્સરાઓમાંથી મંજુ ગોસા નામની અપ્સરાએ મુનિનું મન ખેંચવા માટે યુક્તિ કરી. મુનિના ભયથી, મંજુ ગોસાએ મુનિના આશ્રમથી થોડેક દૂર એક કુટિર બનાવી અને વીણાના સ્વરોમાં સ્વર મેળાવી મધુર અવાજમાં ગાવનું શરૂ કર્યું. મંજુ ગોસા કે જેને શરીર પર ચંદનનો લેપ લગાવ્યો હતો, સુગંધિત ફૂલોનો હાર પહેર્યો હતો અને મધુર રાગથી સંગીત ગાતી હતી તેને જોઈને શંકરના દુશ્મન કામદેવે પણ મુનિ કે જે શંકરના ભક્ત હતા તેમને જીતવાનો પ્રયત્ન કર્યો. એક 

વખત માધવી મુનિ કે જેઓ સિયાના મુનિના આશ્રમમાં રહેતા હતા. કામવાસનાથી મોહાંધ મંજુ ગોસા મુનિની પ્રત્યક્ષ આવી. માધવી મુનિ પણ ભગવાનની ભક્તિ ભૂલી તેણીમાં અત્યંત કામાંધ બન્યા. મુનિએ ભક્તિ પણ છોડી દીધી અને તેણીના મોહપાશમાં એટલા બધા ઉદ્દીપ્ત થયા કે રાતદિવસનું ભાન ભૂલીને તે સ્ત્રીની સાથે રતિક્રીડામાં જ સુખ માનવા લાગ્યા. આ રીતે માધવી મુનિએ શરીર સુખ ભોગવવામાં વર્ષો પસાર કર્યા.

જ્યારે મંજુ ગોસાએ જોયું કે મુનિનું લંપટતાને લઈને પતન થયું છે, ત્યારે તેને સ્વર્ગમાં પાછા જવાનો વિચાર કર્યો. તેણે માધવી મુનિને કહ્યું કે, "હે મહામુનિ ! મને ઘેર જવાની રજા આપો. ત્યારે માધવી મુનિએ કહ્યું, હે સુંદરી ! તું હજુ આજે જ આવી છે. આજે રાત્રે તું અહીં રોકાવ અને સવારમાં જજે." મુનિના આ શબ્દો સાંભળી, મંજુ ગોસા ગભરાઈને થોડા વધુ વર્ષો તેની સાથે વિતાવ્યાં. આ રીતે મંજુ ગોસા જોકે તે મુનિ સાથે સત્તાવન વર્ષ નવ માસ અને ત્રણ દિવસ રહી હોવા છતાં મુનિને તો તે અડધી રાત્રી રહી છે એવું જ લાગ્યું. મંજુ ગોસાએ ફરીથી મુનિ પાસે જવાની રજા માંગી, પરંતુ મુનિએ કહ્યું, હે સુંદરી, મહેરબાની કરીને મને સાંભળ. હજુ તો સવાર પડી છે, જ્યાં સુધી હું મારી દૈનિક ક્રિયા પૂરી ન કરું ત્યાં સુધી રોકાઈ જા. ત્યારે અપ્સરાએ આશ્ચર્યથી સ્મિત સાથે કહ્યું, હે મુનિ સવારની દૈનિક ક્રિયા કરતાં કેટલો સમય લાગશે ? તમે હજુ તે પૂરી કરી નથી ? તમે મારી સાથે સહવાસ ભોગવવવામાં ઘણાં વર્ષો ગાળ્યાં, તેથી મહેરબાની કરીને સમયની ખરી કિંમત સમજો. અપ્સરાના આ શબ્દો સાંભળી, મુનિ ભાનમાં આવ્યા અને સમયની સાચી ગણતરી કરી કહ્યું અરે ! હે સુંદરી ! મેં મારી જિંદગીના કિંમતી સત્તાવન વર્ષો તારી સાથે વેડફી નાખ્યા. તે મારું સર્વસ્વ છીનવી લીધું અને મારું તપસ્વી જીવન પણ બગાડ્યું. મુનિની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા અને તેમનું શરીર ધ્રૂજવા લાગ્યું. માધવી મુનિએ મંજુ ગોસાને શ્રાપ આપતાં આ શબ્દો બોલ્યાં, "તું મારી સાથે ડાકણની જેમ વર્તી છું, તેથી તું તત્કાળ ડાકણ થા. હે અધમ પાપી સ્ત્રી, તને ધિક્કાર છે.”


આ રીતે મુનિ દ્વારા શ્રાપિત થતાં મંજુ ગોસાએ કહ્યું, 'હે મુનિ, બ્રાહ્મણ શ્રેષ્ઠ, કૃપા કરીને આવો ભારે શ્રાપ પાછો ખેંચો. મેં તમારા સહવાસમાં ઘણા વર્ષો ગાળ્યાં છે. હે મારા દેવ, આ કારણથી હું આપની માફી માટે યોગ્ય છું. કૃપા કરીને મારા પર દયા કરો. મુનિ એ જવાબ આપ્યો, “હે સજ્જન સ્ત્રી, હવે હું શું કરીશ ? તેં મારા તપસ્વીજનની બધી સંપત્તિનો નાશ કર્યો છે, છતાં આ શ્રાપમાંથી મુક્ત થવાની વિધિ હું તને કહું છું. ફાગણ વદમાં આવતી પાપમોચિની એકાદશી કે જે બધાં પાપોને નાશ કરવા સમર્થ છે, તે એકાદશીનું વ્રત કર. જો તું આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારા આ પિશાચી જીવનનો નાશ થશે." આ શબ્દો બોલ્યા પછી, માધવી મુનિ તેમના પિતા સિયાના મુનિના આશ્રમમાં પાછા આવ્યા. જેવા સિયાના એ પોતાના પતિત પુત્રને જોયો કે તેઓ ઘણા દુ:ખી થયા અને કહ્યું. અરેરે, દિકરા તેં આ શું કર્યું ? તારી જાતે તેં તારું પતન કર્યું. તારે આવી અમાન્ય સ્ત્રી પાછળ તારા તપસ્વી જીવનની દોલતને વેડફવાની જરૂર ન હતી. માધવી મુનિએ જવાબ આપ્યો, હે પૂજ્ય પિતાશ્રી, કમનસીબે મેં અપ્સરાના સહવાસમાં મોટું પાપ કર્યું છે. તેથી મને મારા પાપમાંથી પ્રાયશ્ચિત કરવાનો રસ્તો બતાવો. આ રીતે પુત્રના પ્રાયશ્ચિત કરતા વ્યતાના શબ્દો સાંભળી, સયાના મુનિએ કહ્યું, કે ફાગણ વદમાં આવતી પાપમોચિની એકાદશી કરવાથી બધા પાપો સંપૂર્ણપણે નાશ પામે છે. તેથી તું આ એકાદશીનું વ્રત કર. પિતાના આવા માયાળુ શબ્દો સાંભળી, માધવી મુનિને આ એકાદશી કરવાનો અતિ ઉત્સાહ થયો. આ એકાદશીના પ્રભાવથી માધવી મુનિના બધા પાપા નિર્મૂળ થયા અને તે પવિત્ર બન્યા. દરમિયાનમાં, મંજુ ગોસાએ પણ અત્યંત કલ્યાણકારી પાપમોચિની એકાદશીનું વ્રત કર્યુ અને તે પોતાના પિશાચી દેહમાંથી મુક્ત થઈ સ્વર્ગમાં ગઈ.

મન્ધાતા રાજાને આ વાર્તા કહ્યા પછી, લોમાસા મુનિએ કહ્યું, “હે પ્રિય રાજા, આ પાપમોચિની એકાદશી કરવાથી કોઈના પણ પાપો આપમેળે નાશ પામે છે. આ એકાદશીનું માહાત્મ્ય વાચવાથી અથવા સાંભળાથી એક હજાર ગાયોના દાનનું પૂણ્ય મળે છે.”

ટૂંકમાં આ પવિત્ર એકાદશી અત્યંત મંગળકારી છે અને બધા પાપોમાંથી મુક્તિ આપનાર હોવાથી દરેકે આ અગિયારસ કરવી જોઈએ.




પુષ્ટિમાર્ગીય ભાવના

જીવ એ બ્રહ્મનો અંશ છે, અને તેથી બ્રહ્મના ગુણો જીવમાં મોજુદ હતા, પરંતુ બ્રહ્મથી વિખૂટા પડતા જીવમાં બ્રહ્મના સત અને ચિત્ત ગુણો રહ્યા, બ્રહ્મનો આનંદ ગુણ તિરોધાન થયો, બ્રહ્મથી વિખૂટો પડતાં જીવમાં સહજદોષ, કાળદોષ અને સ્પર્શદોષ આવતાં જીવ અવિધામાં ફસાયો. દેહાધ્યાસ, ઈન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપાધ્યાસ આ પંચપર્વા અવિદ્યાને લઈને જીવ સંસારની અહંતા-મમતામાં ફસાયો. જીવનું અંતિમ લક્ષ્ય પ્રભુની પ્રાપ્તિ-આનંદની પ્રાપ્તિ છે, પરંતુ જીવના દોષોને જીવ જગતના જડ પદાર્થોમાં આનંદની પ્રાપ્તિ માટે ભ્રાંતિમાં ફસાયો મૃગજળની જેમ.

શ્રી મહાપ્રભુજીનું ભૂતલ પર પ્રાગટ્ય એ અવિધાને લઈને સંસારની અહંતા મમતામાં ફસાયેલા જીવોના ઉદ્ધાર માટે થયું હોવાથી તેમને બ્રહ્મસંબંધ દ્વારા જીવનો બ્રહ્મ સાથેનો સંબંધ પુનઃ સ્થાપિત કર્યો. શ્રી મહાપ્રભુજીએ પોતાની ત્રણ પૃથ્વી પરિક્મામાં દૈવી જીવોને શરણે લઈને તેમનો ઉદ્ધાર કર્યો. પુષ્ટિમાર્ગ એ તો કૃપાનો માર્ગ છે અને પુષ્ટિપુરુષોત્તમ તો સદોષ જીવોને શરણે લઈ મુક્તિ આપવા હમેશા હાથ ઊંચો કરીને બોલાવે છે. આથી બ્રહ્મસંબંધી જીવ નિવેદિત થઈ પુષ્ટિપ્રુભુની તનુ-વિત્તજા સેવામાં રાગ, ભોગ, શ્રૃંગાર દ્વારા પ્રભુમાં પોતાનો પ્રેમ અને અશક્તિ વ્યક્ત કરે તો જીવોને પોતાના પાપો અને ખરાબ કર્મોનું ભાન થાય છે. પ્રભુસેવા, પ્રભુનું નામ, સ્મરણ, સંકીર્તન, કથામૃત ભાન થાય છે. પ્રભુસેવા, પ્રભુનું નામ, સ્મરણ, સંકીર્તન, કથામૃત, વચનામૃત, સત્સંગ, ધર્મગ્રંથોનું વાચન, ગુરુનું શરણ દ્વારા પ્રભુમાં જીવોનું ચિત્ત લાગે ત્યારે જ તેને મનની શાંતિનો અનુભવ થાય. લૌકિક અને પાપકર્મોમાંથી મુક્તિ મળે. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રસ્થાપિત પુષ્ટિમાર્ગને અનુસરીને, નિવેદિત જીવન જીવીને તથા શ્રી ગુંસાઈજીના શરણે આવી ઘણા જીવોએ પાપોમાંથી મુક્તિ મેળવી છે. તેથી પુષ્ટિમાર્ગમાં તેને પાપમોચિની એકાદશી કહે છે. જેવી રીતે શ્રી ગંગાજીના ત્રણ સ્વરૂપો છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ગંગામાં ન્હાવાથી માનવીના જન્મોજન્મના પાપો ધોવાઈ જાય છે અને નાશ પામે છે, તેવી રીતે પુષ્ટિમાર્ગ રૂપી ગંગામાં સ્નાન કરવાથી પાપ નાશ પામે છે.



ટિપ્પણીઓ

Dr.Devendra joshi એ કહ્યું…

જનોઈ દ્વારા કામદેવે શરીરમાં પ્રવેશ કર્યો આ વાક્ય કેટલા અંશે યોગ્ય અને સાચું લાગ્યું ?

કેમ કે જનોઈ માં સ્વયં 9 તંતુઓમાં 9 દેવતા અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે.
Unknown એ કહ્યું…
Jay shree krishna

શું આપ જણો છો ?

श्रीशनिजयंति(SHANI JAYANTI)

गुरुपूर्णिमा महोत्सव (GURUPURNIMA MAHIMA)

महाकवि कविकुलगुरु कालिदासजी

વડ : ધરતિનું કલ્પવૃક્ષ