महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

છબી
  महाभारत काल  दुनिया के महान धार्मिक-पौराणिक ग्रंथों में महाभारत काफी लोकप्रिय है. यह ऐसा महाकाव्य है, जो हजारों वर्षो के बाद भी अपना आकर्षण बनाये हुए है. यह काव्य रचना जितनी लौकिक है, उतनी ही अलौकिक भी. इसके जरिये जीवन-जगत, समाज-संबंध, प्रेम-द्वेष, आत्मा-परमात्मा के रहस्यों को समझा जा सकता है. शायद यही वजह है कि समय के बड़े अंतराल के बाद भी इसका महत्व कम नहीं हुआ है. इसी महाभारत में श्रीकृष्ण के कर्म, अनुराग, युद्ध, रणनीति वगैरह के दर्शन भी मिलते हैं. अब तो श्रीभगवद् गीता को प्रतिष्ठित प्रबंधन संस्थानों में पढ़ाया जा रहा है. इसके घटनाक्रम और वृतांत यह जिज्ञासा पैदा करते रहे हैं कि इस काव्य का रचनाकाल क्या है. कोई इसे तीन हजार साल पुराना मानता है तो किसी की मान्यता है कि यह करीब 1400 ईपू या 950 ईपू पुरानी बात है. महाभारत के रचनाकाल पर बीते दिनों बिहार-झारखंड के मुख्य सचिव रहे विजय शंकर दुबे ने पटना के प्रतिष्ठित केपी जायसवाल शोध संस्थान में विशेष व्याख्यान श्रृंखला के तहत अपना लिखित व्याख्यान पेश किया. यह विषय इतना रोचक और दिलचस्प रहा है कि आज भी उसकी लोकप्रियता जस की तस बनी ...

જગદ્ગુરુ આદિ શંકરાચાર્યજી (JAGADGURU ADI SHANKARACHARY JAYANTI)



શ્રુતિ સ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયમ્। 

નમામિ ભગવત્પાદ શંક૨ે લોકશંકરમ્ II



પહાડપર્વતો ઓળંગીને, નદીનાળાં તરીને, વનજંગલો પાર કરીને આઠ વરસનો એક બાળક પવિત્ર નર્મદા નદીના કિનારે એક ગુફાના દ્વાર આગળ આવીને ઊભો છે. ગુફામાં મહાયોગી ગોવિંદ ભગવદ્પાદ સમાધિમાં લીન થઈ બેઠેલા છે. બાળક એમને દંડવત્ પ્રણામ કરી હાથ જોડી પ્રાર્થના કરે છે ઃ ‘ભગવન્, હું : આપનો શિષ્ય થવા આવ્યો છું.’


આ શબ્દો કાનમાં પ્રવેશતાં જ મહાયોગી સમાધિમાંથી જાગ્યા. તેમણે બાળકની સામે જોયું; કહ્યું: ‘તું કોણ છે ?’


જવાબમાં બાળકે તે જ ક્ષણે સંસ્કૃતમાં દસ શ્લોક બનાવી કાઢીને ગાયા. તેમાં તેણે કહ્યું: ‘હું નથી પૃથ્વી, નથી પાણી, નથી અગ્નિ, નથી વાયુ કે નથી આકાશ! હું તો ચિદાનંદરૂપ શિવ છું; શુદ્ધ ચૈતન્ય રૂપ આત્મા છું. ચિદાનંદરૂપઃ શિવોહમ્ શિવોહમ્!'


ગુરુ જવાબથી પ્રસન્ન થયા. તેમણે મનમાં કહ્યું: 'ઓહોહો! આ તો સ્વતઃ જ્ઞાની છે, આને હું શું શીખવવાનો ?’ તેમણે તેને સંન્યાસ-દીક્ષા આપી શિષ્ય તરીકે સ્વીકાર્યો.


આ શિષ્ય તે આચાર્ય શંકર – આદ્ય શંકરાચાર્ય. શંકરાચાર્યનો જન્મ દક્ષિણ ભારતના કેરળ 

રાજ્યમાં કાલડી નામે ગામમાં, નામ્બુદ્રી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. વૈશાખ સુદ પાંચમ તેમની જન્મતિથિ ગણાય છે. વર્ષવિશે મતભેદ છે, પણ વિદ્વાનો ઈ.સ. ૭૮૮માં તેમનો જન્મ થયાનું માને છે. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ આર્યામ્બા હતું. પાંચ વર્ષની વયે તેમને ઉપવિત ધારણ કરાવી ગુરુને ઘેર ભણવા મૂકવામાં આવ્યા હતા. તે વખતે તેમના પિતા હયાત નહોતા. આઠ વર્ષના થતા થતામાં તો શંકરે વેદવેદાંગનો અભ્યાસ પૂરો કરી નાખ્યો હતો. હવે તેમને તેમના જીવનકાર્યનો ખ્યાલ આવી ગયો હતો. તેથી સંન્યાસ – લેવા માટે તેમણે માતાની રજા માગી. વિધવા માતાનો – એ એકનો એક પુત્ર, એકનો એક આધાર હતો, તેથી – માતાએ ના કહી.


એવામાં એક દિવસ નદીએ નહાવા જતાં મગરે - શંકરનો પગ પકડ્યો. શંકરે માતાને બૂમ મારીઃ ‘મા, મગરના મોંમાંથી હું બચવાનો નથી; પણ અંત વેળાએ – સંન્યાસ ધારણ કરવાનો વ્યવહાર છે. માટે તું મને = સંન્યાસની રજા આપ!' રડતાં રડતાં માએ રજા આપી. બન્યું એવું કે એ જ વખતે મગરે શંકરનો પગ છોડી = દીધો. શંકર બચી ગયા. સાથે સંસાર રૂપી મગરના જડબામાંથી પણ બચી ગયા.


હવે માની આજ્ઞા મળી ચૂકી હતી, એટલે શંકરે ઘરનો ત્યાગ કર્યો. પણ છૂટા પડતી વખતે માતાએ પુત્રની પાસેથી એક વચન માગી લીધું કે મારી અંત્યેષ્ટિ ક્રિયા – તારે જ ક૨વી. શંકરે માતાને એ વચન આપ્યું. નર્મદાતીરે ગુફામાં અભ્યાસ પૂરો થયા પછી ગુરુએ શંકરને કહ્યુંઃ ‘વત્સ, હવે તું કાશી જા, અને બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને ભગવદ્ગીતા - એ પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખ.’ શ્રી શંકર કાશી આવ્યા. તે વખતે એમની ઉંમર માત્ર સોળ વરસની હતી. અહીં એમણે ઘણા શિષ્યો કર્યા.


એકવાર શ્રી શંકર ગંગાસ્નાન કરીને શિષ્યો સાથે મંદિરમાં ભગવાન વિશ્વનાથનાં દર્શન કરવા જતા હતા, ત્યાં સામેથી એક ચંડાળ આવ્યો. તેની પાછળ એના કૂતરા હતા. ચંડાળને જોઈ શ્રીશંકરથી બોલાઈ ગયું: ‘ખસ, આઘો ખસ!' તરત જ ચંડાળે સામો જવાબ દીધો: ‘તમે કોને આઘો ખસવાનું કહો છો – શરીરને ? તો તમારું શરીર જેનું બનેલું છે તેનું જ મારું બનેલું છે. અને જો તમે આત્માને આઘો ખસવાનું કહેતા હો તો આત્મા સર્વનો એક છે. ચૈતન્યમાં કોઈ ભેદ નથી. સુવર્ણના  પાત્રમાં ને માટીના પાત્રમાં રહેલું આકાશ શું ભિન્ન છે?’


શ્રી શંકર સમજી ગયા કે આ કોઈ સાધારણ માણસ નથી, ચંડાળના વેશે આવેલા ભગવાન શિવ પોતે જ છે. તેમણે તેને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને એક સ્તોત્ર રચી ગાયું. એ સ્તોત્રને 

‘મનીષાપંચક' 

કહે છે. તેમાં શ્રી શંકરે પોતે આ પ્રસંગનું વર્ણન કર્યું છે ને કહ્યું છે ઃ ‘ચાડાંલોડસ્તુ સ તુ દ્વિજોતુ ગુરુરિત્યેષા મનીષા મમ’ જેને આવું અભેદનું જ્ઞાન છે તે મારો ગુરુ છે – પછી તે ચંડાળ હોય કે બ્રાહ્મણ હોય !


એક દિવસ શ્રી શંકર કાશીની કોઈ શેરીમાં થઈને જતા હતા. ત્યાં એમણે એક પંડિતને મોટેથી વ્યાકરણના નિયમો ગોખતો સાંભળ્યો. તેમણે તેને ઠપકો દીધોઃ ‘અલ્યા, વ્યાકરણ પાછળ શું ક૨વા વખત બગાડે છે ? અંતકાળ આવશે ત્યારે વ્યાકરણ તને બચાવવાનું નથી !' આ પ્રસંગનું તેમણે સ્તોત્ર રચ્યું છે. તેને ચર્પટપંજરિકા સ્તોત્ર

 કહે છે. સ્તોત્ર ખૂબ જ મધુર છે. તેની તૂક છે : ‘ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્ મૂઢમતે, પ્રાપ્ત સંનિહિતે મરણે નહિ નહિ રક્ષતિ ડુકૃકરણે.’


શ્રી શંક૨ની વાણી કેવી પ્રાસાદિક છે, એમાં કેવું માધુર્ય, લાલિત્ય અને સૌન્દર્ય છે, તેનો જરા ખ્યાલ આપવા માટે ‘ભજ ગોવિંદમ્’માંથી કેટલીક કડીઓ નીચે આપી છે. ફરી ફરી લલકારવાં ગમે તેવાં શ્રી શંકરનાં સ્તોત્રો છે.


અંગં ગલિતં પલિતં મુંડં દશનવિહીનં જાતં તુંડમ્ 

વૃદ્ધો યાતિ ગુહીત્યા દંડં તદપિ ન મુંચત્યાશાપિંડમ્ |

પુનરપિ રજની પુનરપિ દિવસઃ પુનરપિ પક્ષઃ પુનરિપ માસઃ । 

પુનરયન પુનરિપ વષઁ તદિષન મુંચત્યાશામપંમ્ ॥


શરીર ગળી ગયું, માથાના કેશ ધોળા થઈ ગયા, મોઢું બોખું થઈ ગયું અને ડોસો લાકડીના સહારે ચાલે છે, તોયે એ આશાના પિંડને છોડતો નથી. રાત પછી દિવસ, પછી પખવાડિયું, પછી માસ, પછી ઉત્તરાયન દક્ષિણાયન અને પછી વર્ષ ફરી ફરી આવે જ જાય છે,તોયે માણસ આશાની અશાંતિને છોડતો નથી, માટે હૈ મૂઢ, હું ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.


ગેયં ગીતાનામસહસ્ર ધ્યેયં શ્રીપતિ રૂપમજામ્ 

નેયં સજ્જનસંગે ચિત્ત દેયં દીનજનાય ચ વિતમ્।। 

(૧) શ્રીમદ્ ભગવદ્ગીતા અને વિષ્ણુસહસ્ર નામનો હંમેશાં પાઠ કરવો 

(૨) શ્રીપતિ એટલે વિષ્ણુના સ્વરૂપનું હંમેશાં ધ્યાન કરવું 

(૩) સાધુ પુરુષોનો સંગ કરવામાં જ ચિત્તને પ્રેરવું અને 

(૪) દીનજનોને દ્રવ્યનું દાન કરવું.


કાશીથી શ્રી શંકર હિમાલયમાં બદરિકાશ્રમ ગયા, ત્યાં એમના ગુરુના ગુરુ શ્રી ગૌડપાદાચાર્યનાં એમને દર્શન થયાં. તેમના આશીર્વાદ લઈ તેઓ પાછા કાશી આવ્યા. કાશીમાં તેમણે પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખ્યુંઃ ‘શ્રી શંકર ભાષ્ય’ નામે એ પ્રસિદ્ધ છે. તેમણે આ ભાષ્ય પોતાના શિષ્યોને શીખવ્યું.


તે પછી શ્રી શંકર વેદાંતનો સંદેશો જગતને સંભળાવવા તીર્થયાત્રાએ નીકળ્યા. તે વખતે કુમારિલ ભટ્ટ કર્મકાંડના મહાન આચાર્ય ગણાતા હતા. તેમની સાથે વેદાંતચર્ચા કરવા શ્રીશંકર પ્રયાગ આવ્યા. કુમારિલ ભટ્ટ બૌદ્ધ સાધુનો છદ્મવેશ ધારણ કરી બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો, અને પછી બૌદ્ધ ધર્મનું ખંડન કર્યું હતું – બૌદ્રોના જ તર્કથી બૌદ્રોને હરાવ્યા હતા ને વેદનું સ્વતઃ પ્રામાણ્ય પુનઃ સ્થાપિત કર્યું હતું. આમ તેમણે ઘણું મોટું કામ કર્યું હતું, પણ પછી તેમને પસ્તાવો થયો કેમેં બૌદ્ર ગુરુઓને છેતર્યા તે ખોટું કર્યું! મારે એ પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. એ પ્રાયશ્ચિત તરીકે એમણે કુશાગ્નિની ચિંતામાં (ડાંગરનાં ફોતરાંની આગમાં) બળી મરવાનો નિશ્ચય કર્યો. તેમણે ચિતામાં પ્રવેશ કર્યો તે જ ઘડીએ શ્રી શંકર ત્યાં પહોંચ્યા, તેમણે શ્રીશંકરને કહ્યુંઃ ‘હું તો જાઉં છું; પણ તમે માહિષ્મતીમાં મંડનમિશ્રની સાથે ચર્ચા કરો!'


શ્રી શંકર માહિષ્મતી ગયા, મંડનમિશ્રના ઘરમાં રાતદિવસ વેદાંતચર્ચા ચાલતી. એટલે સુધી કે એની અસર તળે તેમના ઘરનાં મૈનાપોપટ પણ પરસ્પર ચર્ચા કરતાં કે ‘વેદસ્વતઃ પ્રમાણ છે કે પરતઃપ્રમાણ છે ? જગત નિત્ય છે કે અનિત્ય છે ?’


મંડનમિશ્ર પ્રખર કર્મકાંડી હતા. તેઓ સંન્યાસને ધિક્કારતા હતા. તેમને ખાતરી હતી કે હું જ વાદમાં જીતવાનો છું, તેથી તેમણે કહ્યું: ‘જે હારે તે જીતનારનો ચેલો બને ! શ્રી શંકરે શરત કબૂલ કરી. પણ કોણ હાર્યું જીત્યું તેનો નિર્ણય કોણ કરે? મંડનમિશ્રની પત્ની ભારતી વિદુષી બાઈ હતી. શ્રી શંકરે તેને જ આ ચર્ચાનું અધ્યક્ષસ્થાન આપ્યું અને કોણ હાર્યું જીત્યું તેનો નિર્ણય આપવાનું કહ્યું. ભારતીએ બેઉની ડોકમાં ફૂલનો હાર પહેરાવી કહ્યું: ‘જેનો હાર કરમાય તે હાર્યો સમજવો!’


મંડનમિશ્ર અને શ્રી શંકરાચાર્ય વચ્ચેનો આ વિવાદ ઘણા દિવસ ચાલ્યો. છેવટે મંડનમિશ્રનો હાર કરમાયો. તેમણે પોતાની હાર કબૂલ કરી. સંન્યાસની દીક્ષા લઈ એ શ્રી શંકરાચાર્યના શિષ્ય થયા. શ્રી શંકરાચાર્યે એમને નવું નામ ‘સુરેશ્વર’ આપ્યું. શ્રી શંકરાચાર્યના જીવનકાર્યને આગળ વધારવામાં આ સુરેશ્વરાચાર્યે ઘણું કામ કર્યું છે.


શ્રી શંકરાચાર્ય તત્ત્વજ્ઞાની હોવાની સાથે મહાયોગી હતા. એક દિવસ દિવ્યદૈષ્ટિથી એમને ખબર પડી કે એમનાં માતા મૃત્યુ શય્યા પર છે. એટલે માતાને આપેલા વચન પ્રમાણે તેઓ તરત જ કાલડી પહોંચી ગયા. પુત્રને જોઈ માતાએ ખુશ થઈ કહ્યું: ‘મારો મોક્ષ થાય એમ ક૨!’ શ્રી શંકરે માતાને બ્રહ્મના તત્ત્વજ્ઞાનનો બોધ આપવા માંડ્યો. માતા કહે : ‘દીકરા, સગુણ નિર્ગુણમાં હું કંઈ ન સમજું.’ ત્યારે શ્રી શંકરે એમને ચંદ્રમૌલેશ્વરનું સ્વરૂપ સમજાવવા માંડ્યું. માતા કહે: ‘મારું મન એમાં બેસતું નથી.’ ત્યારે શ્રી શંકરે કૃષ્ણનું સ્તોત્ર ઉપાડ્યું. આઠ કડીના એ સ્તોત્રને 

કૃષ્ણાષ્ટક કહે છે. 

પહેલી જ કડીમાં શ્રી શંકરે કહ્યું:

ગદી શંખી ચક્રી વિમલવનમાલી સ્થિરરુચિઃ। શ૨ણ્યો લોકેશો મમ ભવત કૃષ્ણોઽક્ષિવિષયઃ II


‘શંખ, ચક્ર, ગદા અને વિમલ વનમાળા જેણે ધારણ કર્યાં છે એવા સ્થિર કાંતિવાળા, લોકેશ્વર કૃષ્ણ મારી આંખો સામે પ્રગટ થાઓ !’

 માતાના મનમાં કૃષ્ણની છબિ રમી રહી. માતાની પ્રસન્નતાનો પાર ન રહ્યો. જેમ સ્તોત્ર બોલાઈ ગયું તેમ કૃષ્ણનું વધારે ને વધારે પ્રત્યક્ષ થતું ગયું. ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન કરતાં માતાએ દેહ છોડ્યો.


હવે માતાના શરીરને અગ્નિસંસ્કાર કરવાનો હતો. | સંન્યાસી થઈને શ્રી શંકર માતાના દેહનો અગ્નિસંસ્કાર કરે એ ન્યાતિલાઓને ગમ્યું નહિ, તેથી કોઈ જ તેમને મદદ કરવા આવ્યું નહિ. પણ શ્રી શંકર રૂઢિ કે નિયમને - વળગી રહેનારા નહોતા. તેમણે એકલાએ ઘર આગળ જ માતાની ચિંતા રચી; પછી પોતાની યોગશક્તિથી અગ્નિ પ્રગટાવી, તેમણે માતાને અગ્નિદાહ દીધો. શ્રી શંકરને માતા પ્રત્યે આવી અપૂર્વ ભક્તિ હતી. તેમણે પોતાના ભાષ્યમાં માતાની વ્યાખ્યા આપતાં કહ્યું છે : 

‘પુત્ર પર સમ્યક્ અનુશાસન કરે તે માતા. એટલે કે માતા જ પુત્રની શ્રેષ્ઠ છે.’


શ્રી શંકરે ત્રણ વાર સમસ્ત ભારતની પદયાત્રા કરી છે. તેઓ અદ્વૈતના સમર્થક હતા. એક અડધા શ્લોકમાં તેમણે પોતાની વાત કહી દીધી છે : ‘બ્રહ્મ સત્યમ્ જગત્ મિથ્યા, જીવો બ્રહ્મૈવ નાપરમ્ - બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. અને જીવ બ્રહ્મ જ છે, બીજું કશું નથી.’


ઉપનિષદોએ ‘નેતિ નેતિ’ કહીને બ્રહ્મ શું નથી એ કહ્યું છે, કારણ કે કોઈ પણ વસ્તુ શું છે એમ કહેવું એ એને મર્યાદિત કરવા જેવું છે, અને બ્રહ્મને વળી મર્યાદા કેવી ? એટલે બ્રહ્મ નિર્ગુણ છે, એક છે અદ્વિતીય છે એમ કહેવું એ પણ સંપૂર્ણ સાચું નથી. કારણ કે બ્રહ્મનું સ્વરૂપ નિરપેક્ષ છે, એને સંખ્યા લાગુ પડી શકે નહિ. આથી શ્રી શંકરના તત્ત્વજ્ઞાનને અદ્વૈત (દ્વૈત નથી એવું) નામ અપાયું છે.


બ્રહ્મનાં બે રૂપ છે - નિર્ગુણ અને સગુણ, બ્રહ્મનું નિરપેક્ષ સ્વરૂપ તે નિર્ગુણ અને જગતના સંબંધે ઉદ્ભવેલું સ્વરૂપ તે સગુણ, હકીકતે બેઉ એક જ છે.


શ્રી શંકરનો હેતુ કશું નષ્ટ કરવાનો નથી, પણ સમન્વયનો છે. તેમનામાં ગીતાજીની પેઠે, જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેયનો સમન્વય થયેલો છે. તેમને એકલા જ્ઞાની માનવા એ તેમને અન્યાય કરવા જેવું છે. તેમનું અદ્વૈતનું તત્ત્વજ્ઞાન બીજાં તત્ત્વજ્ઞાનોના વિરોધમાં નથી, બ્રહ્મના અદ્વૈતની સાથે તેમણે તત્ત્વજ્ઞાનોનું પણ અદ્વૈત સ્થાપ્યું છે. એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ - (પરમ તત્ત્વ એક જ છે, પણ વિદ્વાનો તેને વિવિધ પ્રકારે રજૂ કરે છે) – એ વેદમંત્રને તેમને સાર્થક બતાવ્યો છે. જીવનું જોખમ વહોરીને પણ તેમણે આ સમન્વયની વાત કરી છે. તે વખતે દેશમાં જુદા જુદા બોતેર જેટલા સંપ્રદાયો પ્રચલિત હતા. એક શિવ સંપ્રદાયનો દાખલો લઈએ તો તેમાં ડઝનેક પેટાસંપ્રદાયો હતા, અને બધા એવો દાવો કરતા હતા કે અમારો જ માર્ગ મોક્ષનો છે. કોઈ કહેઃ ભૈરવ એ જ સર્વનો દેવ છે, તો કોઈ કહે : ‘રુદ્ર શિવ એ જ સર્વોપરી છે. વૈષ્ણવોના અને શક્તિના કે ગણપતિના ઉપાસકોમાં પણ અનેક ફાંટા હતા. આ બધા માટે શ્રી શંકરનો એક જ જવાબ હતો – અદ્વૈત | તમામ દેવો ઈશ્વરના જ અંશ છે, ગમે તેની પૂજા કરો, તમે અંતિમ ધ્યેયે જ પહોંચશો.


ભારતની ત્રણ વાર પ્રદક્ષિણા કરી. શ્રી શંકરે આધ્યાત્મિક દિગ્વિજય કર્યો હતો. તેમાં કાશ્મીરનો એક પ્રસંગ સૂચક છે. ત્યાં શારદા દેવીના મંદિરમાં એક સર્વશપીઠ હતી. જે સર્વશ હોય તે જ તેના પર બેસી શકે. અનેક વિદ્વાનોએ આ આસન પર બેસવાની કોશિશ કરી હતી, પણ કોઈ બેસી શક્યું નહોતું. ઉમેદવારે મંદિરમાં પ્રવેશતા પહેલાં અનેક પંડિતોની સાથે વાદમાં ઊતરવું પડતું અને એમાં એ હારી જતો એટલે પાછો ફરી જતો.


શ્રી શંકર આ મંદિરમાં દર્શને આવ્યા ત્યારે અનેક સંપ્રદાયના વિદ્વાનોની સાથે એમને ચર્ચામાં ઊતરવું પડ્યું. તે બધાયના મનનું સમાધાન કરી તેમણે અદ્વૈતનું સમર્થન કર્યું. તે પછી મંદિરનું દ્વાર ખુલ્યું અને માતા શારદા દેવીએ પોતે જાહેર કર્યું કે સર્વશપીઠ પર બેસવા માટે શ્રી શંકર અધિકારી છે | શ્રી શંકર એ આસન પર બિરાજ્યા અને પંડિતોએ એમનો જયજયકાર કર્યો. આજે પણ શ્રીનગરમાં એક હજાર ફૂટ ઊંચી ‘શંકરાચાર્યની ટેકરી' પર શંકરાચાર્યનું મંદિર છે. તેમાં શ્રી શંકરના આ દિગ્વિજયની વાત કોતરેલી છે. શ્રી શંકરે કાશ્મીરમાં 

‘સૌન્દર્યલહરી’ 

નામે એક – સુંદર સ્તોત્ર રચ્યું છે. તેમનાં બધાં સ્તોત્રોમાં એ ઉત્તમ । ગણાય છે. તેમાં દેવીના અદ્ભુત સ્વરૂપના વર્ણન સાથે શ્રી શંકર માતાજીના શ્રીચક્રનું ગૂઢ રહસ્ય સમજાવે છે.


શ્રી શંકરે બદરીકેદા૨થી રામેશ્વર અને દ્વારકાથી | જગન્નાથપુરી સુધી યાત્રા કરી ધર્મમાં નવો પ્રાણ પૂર્યો અને તેમાં ઘૂસી ગયેલાં દૂષણોને દૂર કર્યાં, ધાર્મિક । એકતાના પ્રતીક તરીકે તેમણે પંચાયતન પૂજા પ્રચલિત । કરી. આમાં આદિત્ય, અંબિકા, વિષ્ણુ, ગણપતિ અને શિવ એ પાંચ દેવોની સાથે ભક્તના ઈષ્ટદેવની પૂજા । થાય છે. આમ ભક્તો માટે જે દ્વૈત કલ્પવામાં આવ્યું છે - તે અદ્વૈત કરતાં પણ સુંદર છે.


બદરીનાથના મંદિરમાં તેમણે ભગવાન | નારાયણની પ્રતિમા પધરાવી, તિરુપતિમાં ભગવાન । વ્યંકટેશ્વરના મંદિરમાં ધનાકર્ષણ યંત્ર સ્થાપ્યું અને શ્રીરંગના શ્રી રંગનાથના મંદિરમાં જનાકર્ષણ યંત્ર - સ્થાપ્યું. આજે તિરુપતિ મંદિરને ધનની ખોટ નથી અને = શ્રીરંગમ્માં ભક્તોની ખોટ નથી. ગુજરાતમાં સોમનાથ । અને દ્વારકામાં પણ તેઓ પધાર્યા હતા. મૈસૂરમાં  વૈષ્ણવોએ એમના મંદિરમાં શ્રી શંકરને દર્શન કરવા । દેવાની ના પાડી. શ્રી શંકરે કેટલું કહ્યું કે શિવ અને – વિષ્ણુ એક જ છે, ત્યારે વૈષ્ણવોએ મંદિરનાં દ્વાર ખોલ્યાં, – ત્યાં ચમત્કાર થયો, પ્રતિમા અડધી શિવની અને અડધી વિષ્ણુની બની ગઈ હતી  મંદિર એકલા વિષ્ણુનું મટી હરિહરનું બની ગયું.


શ્રી શંકરે લોહીતરસી વિકરાળ દેવીઓને સ્થાને કલ્યાણમયી જગદંબાની પ્રતિમાઓની સ્થાપના કરી અને દેવી મંદિરોમાં શ્રીચક્રની સ્થાપના કરી.


શ્રીશંકરાચાર્યે દેવદેવીઓની સ્તુતિનાં અસંખ્ય સ્તોત્રો રચ્યાં છે. તેમની ભાષા હિમાલયના પહાડી ઝરણા જેવી પારદર્શક છે અને મધુર મંજુલ કલરવ કરતી વહે છે. તેમનું 

‘દૈવી અપરાધક્ષમાપન સ્તોત્ર'

 ખૂબ જાણીતું છે. બાળક માતાની આગળ એવા સુંદર શબ્દોમાં પોતાના - અપરાધની ક્ષમા માગે છે કે એ સાંભળી માતા અને વહાલથી ખોળામાં ખેંચ્યા વિના રહે જનહિ. બાળક કહે 

‘મા, હું નથી જાણતો મંત્ર, નથી જાણતો યંત્ર! સ્તુતિ  કરવી તેય નથી જાણતો ! નથી હું આવાહન જાણતો, નથી ધ્યાન જાણતો; હું નથી તારી મુદ્રા જાણતો, વિલાપ કેમ કરવો તેય જાણતો નથી. એક આટલું જાણું છું તારો પાલવ પકડીને તારી પાછળ પાછળ ચાલવાનું ! ને વિધિનું જ્ઞાન નથી, પૂજા કેમ કરવી તેનીય ખબર નથી; મારી પાસે ધન નથી, વળી આળસનો ભરેલો છું 

એટલે તારી ચરણસેવા કરવી જોઈએ એવી કરી શકતો નથી. હે શિવા, હે મા, તું સૌનો ઉદ્ધાર કરવાવાળી છો મને ક્ષમા કર ! હું તારો કુપુત્ર છું. પુત્ર કુપુત્ર થાય, પણ માતા કદી કુમાતા થતી નથી. ‘કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ.’





બ્રહ્મસૂત્ર, અગિયાર મુખ્ય ઉપનિષદો અને ભગવદ્ગીતા પર ભાષ્ય લખીને શંકરાચાર્ય અમર બની ગયા છે. શંકરાચાર્ય નિર્વિવાદ રૂપે વેદાંતદર્શનના સૌથી મહાન આચાર્ય છે. એમણે પોતાની તીક્ષ્ણ મીમાંસા દ્વારા વેદાંતનો સાર લઈને તેનાં અદ્ભુત અદ્વૈત તત્ત્વજ્ઞાનને પ્રતિપાદિત કર્યું છે. આ અદ્વૈત તત્ત્વજ્ઞાન ઉપનિષદોમાં રહેલું છે. એમણે બ્રહ્મ વિષયક પરસ્પર વિરોધી વ્યાખ્યાઓમાં ઐક્ય સ્થાપીને એ દર્શાવ્યું છે કે ચિરંતન સત્ય કેવળ એક જ છે. એમની માન્યતા હતી આરોહણના માર્ગે વ્યક્તિ ધીમે ધીમે ગતિ કરી શકે છે અને તે પ્રમાણે વિભિન્ન વ્યક્તિઓની - ક્ષમતા પ્રમાણે વિભિન્ન સાધનમાર્ગ હોય છે. એમના સુવિખ્યાત પ્રકરણગ્રંથો દ્વારા - દા.ત. વિવેકચૂડામણિ તથા અપરોક્ષાનુભૂતિ આદિ ગ્રંથો દ્વારા - એમના અગાધજ્ઞાન અને એમની અપરિમિત કલ્પના શક્તિનું પ્રમાણ મળે છે. શંકરાચાર્યના આ ગ્રંથો આધ્યાત્મિકમાર્ગના સાધકો માટે આવશ્યક પથપ્રદર્શક છે. જો કે શંકરાચાર્ય પૂર્ણતઃ અદ્વૈતવાદી હતા પરંતુ એમનું અંતઃકરણ પ્રગાઢ ભક્તિભાવથી ઓતપ્રોત હતું. એમણે રચેલાં અદ્વિતીય સ્તોત્ર ભક્તિ અને વૈરાગ્યની ભાવનાથી એટલાં બધાં પરિપૂર્ણ છે કે એનાથી પાષાણહૃદયીમાનવ પણ દ્રવી ઊઠે છે.


અદ્વૈતવેદાંતનાં મહિમા અને શ્રેષ્ઠતા પ્રતિષ્ઠાપિત કરી લીધા પછી આચાર્ય શંકરે ભારતની ચાર દિશાઓમાં ચાર મઠની સ્થાપના કરી. પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધનમઠ, ઉત્તરમાં હિમાલયના બદરિકાશ્રમમાં જ્યોર્તિમઠ-જોશીમઠ, પશ્ચિમમાં દ્વારકામાં શારદામઠ અને દક્ષિણમાં કર્ણાટક રાજ્યમાં આવેલ શૃંગેરીમઠ. આ મઠોમાં એમણે પોતાના ઉપર્યુક્ત ચાર મુખ્ય શિષ્યોને મઠાધિપતિ બનાવ્યા. આજે પણ આ મઠ અધ્યાત્મવિદ્યાનાં કેન્દ્ર છે. અહીં હજારો જ્ઞાનપિપાસુઓ આવતા રહે છે. આચાર્ય શંકરે સંન્યાસીઓની દસ સુવિખ્યાત શ્રેણીઓ પણ સ્થાપી જે ગિરિ, પુરી, ભારતી, સરસ્વતી, તીર્થ, આશ્રમ, વન, અરણ્ય,પર્વત અને સાગરના નામથી પ્રસિદ્ધ છે.


પોતાના અદ્ભુત અદ્વૈત દર્શન દ્વારા સમગ્ર દેશને પરિપ્લાવિત કરીને તેમજ ધર્મમાં યુગાન્તરકારી સુધારણા લાવ્યા પછી શંકરાચાર્ય ઈ.સ. ૮૩૦માં ૩૨ વર્ષની ઉંમરે હિમાલય પર્વત પરના કેદારનાથમાં મહાસમાધિમાં લીન થઈ ગયા. આજે સેંકડો વર્ષ પછી પણ ભારતના ધાર્મિક જીવન પર એમના વ્યાપક અને પ્રભાવપૂર્ણકાર્યનો સફળ પ્રભાવ પૂર્ણતઃ વિદ્યમાન છે. તેઓ આપણને નિરંતર પ્રેરણા આપતા રહે તેમજ એમના દ્વારા આપણને માર્ગદર્શન સાંપડતું રહે એ જ આપણી એકાંતિક કામના. 


જગદ્ગુરુ આદિ શંકરાચર્યજી વિષયક ક્વિઝ રમવા અને પ્રશંસાપત્ર મેળવવા અહી ક્લિક કરો.

જગદ્ગુરુ આદિ શંકરાચાર્યજી વિષયક ફિલ્મ જોવા અહી ક્લિક કરો.

#shankarachary




ટિપ્પણીઓ

શું આપ જણો છો ?

श्रीशनिजयंति(SHANI JAYANTI)

ફાગણ વદ એકાદશી : પાપમોચિની એકાદશી (PAPMOCHINI EKADASHI)

महाकवि कविकुलगुरु कालिदासजी

गुरुपूर्णिमा महोत्सव (GURUPURNIMA MAHIMA)

વડ : ધરતિનું કલ્પવૃક્ષ