આપણે હંમેશા આપણા પૂર્વજો પાસે ઘણી વાર્તાઓ સાંભળીએ છીએ, અને એવી ઘણી કથાઓ પણ છે, જેના વિષે માત્ર આપણા વડીલો જ આપણને જણાવી શકે છે. આમ તો આજકાલના સમયમાં કથાઓ વડીલો પાસેથી ઓછી અને ગુગલ પાસેથી વધુ સાંભળવા મળે છે. આ તો હતો બુદ્ધીપૂર્વકનો વિચાર અને સલાહ. પરંતુ આજે અમે તમને એવી જ એક કથા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે વાંચ્યા પછી તમે હંમેશા ભારતના ઈતિહાસને જાણવા માટે ઉત્સુક રહેશો. આપણા દેશની સૌથી પવિત્ર અને જૂની નદી વિષે તો સૌ જાણતા જ હશો. તે છે ગંગા નદી. ગંગાની કથા જે આજે પણ પવિત્ર અને શુદ્ધ છે.
આજે પણ ઘણા બધા એવા લોકો જે પોતાના પાપ ધોવા ગંગા નદીમાં જાય છે. અને એટલું જ નહિ ગંગા નદીનું જળ એટલું પવિત્ર છે, કે લોકો તેને પોતાના ઘરમાં સાચવીને રાખે છે. આમ તો તેનો ઉપયોગ ઘરને શુદ્ધ રાખવામાં પણ કરવામાં આવે છે. ગંગાને સ્વર્ગની નદી સમાન ગણવામાં આવે છે. કદાચ એટલા માટે એને ગંગા માતા કહીને પણ બોલાવવામાં આવે છે. તે એકલી એવી નદી છે જેને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ નદી જેટલી ઊંડી છે એટલું જ એના ઉત્પન થવાનું રહસ્ય પણ ઊંડું છે. એટલે કે ગંગા નદી ઉત્પન કેવી રીતે થઇ? અને તેનો પ્રાચીન ઈતિહાસ શું છે? તેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે. તો આવો અમે તમને જણાવીએ છીએ આ પ્રાચીન નદીનો અનોખો ઈતિહાસ.
ગંગાની ઉત્પત્તિની વાર્તા :
ગંગાની ઉત્પત્તિનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. હિંદુ ધર્મમાં ગંગાની ઉત્પત્તિની વાર્તા બે કથાઓમાં જણાવવામાં આવી છે. આવો જાણીએ એ કથાઓ. એવું કહેવાય છે કે બલી નામના એક રાજા હતા જે ઘણા બહાદુર હતા. પોતાની બહાદુરીને લઇને તેણે સ્વર્ગના રાજા ઇન્દ્રને યુદ્ધ માટે પડકાર્યા. પણ તેની બહાદુરીને જોઈને ભગવાન ઇન્દ્રને લાગ્યું કે જો તે જીતી જશે તો સ્વર્ગનું આખું રાજ્ય પચાવી પાડશે.
રાજા બલી ઘણા મોટા વિષ્ણુ ભક્ત હતા. હવે દુવિધા જુવો કે ઇન્દ્ર દેવ મદદ માટે ભગવાન વિષ્ણુ પાસે જ ગયા અને ત્યારે વિષ્ણુજીએ ઇન્દ્ર દેવની મદદ કરી. વિષ્ણુજી તે સમયે પોતાના સાચા રૂપમાં નહિ પરંતુ બ્રાહ્મણનો અવતાર લઇને રાજા બલીના રાજ્યમાં ગયા. પણ ત્યારે રાજા બલી પોતાના રાજ્યની સમૃદ્ધી માટે એક યજ્ઞ કરી રહ્યા હતા. છતાંપણ વિષ્ણુજી તે અવતારમાં રાજા બલી પાસે ગયા અને તેની પાસેથી દાન માંગી લીધું.
વિષ્ણુજીએ ઘણી ચાલાકીથી રાજા બલી પાસે ત્રણ ડગલા જમીન માંગી લીધી. પણ આશ્ચર્યની વાત એ છે કે રાજા બલી જાણતા હતા કે તે ભગવાન વિષ્ણુ છે જે બ્રાહ્મણ અવતારમાં આવ્યા હતા. છતાંપણ તેમણે વિચાર્યુ કે તે કોઈ બ્રાહ્મણને પોતાના દ્વારથી ખાલી હાથ જવા નહિ દેવાય. એટલા માટે તેમણે ત્રણ ડગલા જમીન આપવા માટે હા કહી દીધી. પણ જેવો જ વિષ્ણુજીએ પહેલુ ડગલું રાખ્યું તો તેમનો પગ એટલો મોટો થઇ ગયો કે બધી જમીન એક જ વખતમાં માપી લીધી. પછી તેમણે બીજું ડગલું આકાશ તરફ રાખ્યું તો આખું આકાશ માપી લીધું.
પરંતુ જયારે ત્રીજું ડગલું રાખવાનો વારો આવ્યો, તો વિષ્ણુજીએ બલીને પૂછ્યું કે આ ત્રીજું ડગલું ક્યાં મુકું? તો રાજા બલીએ ઘણી ઉદારતા સાથે કહ્યું પ્રભુ મારા માથા ઉપર મૂકી દો. જેવું જ વિષ્ણુજીએ તેના માથા ઉપર પગલું રાખ્યું તો તે સીધો પાતાળ લોકમાં જમીનની નીચે સમાઈ ગયો જ્યાં માત્ર અસુરોનું શાસન હતું.
વિષ્ણુજીએ ઘણી ચાલાકીથી બલી પાસેથી ત્રણ ડગલા જમીન માંગી લીધી. પણ આશ્ચર્યની વાત એ છે કે આ કથામાં એવું કહેવામાં આવે છે કે જયારે ભગવાન વિષ્ણુએ આકાશ તરફ પોતાનું ડગલું મુક્યું હતું ત્યારે પોતે બ્રહ્માજીએ તેમના પગ ધોયા હતા અને તેનું બધું પાણી એક કમંડળમાં એકઠું કરી લીધું. એ જળને ગંગાનું નામ પણ આપવામાં આવ્યું. અને એ કારણ છે કે ગંગાને બ્રહ્માજીની પુત્રી પણ કહેવામાં આવે છે. તે કમંડળ એટલું મોટું હતું કે તેમાં એકઠું કરવામાં આવેલું જળ એક નદી જેટલું વિશાળ હતું. આવી રીતે ગંગા નદીનો જન્મ થયો.
ગંગા નદીનો ધરતી ઉપર પ્રવેશ અને ગંગા નદીનો ઈતિહાસ :
ગંગા નદીનો ઈતિહાસ ઘણો બધો ગૌરવશાળી રહેલો છે. આ કથાને વાંચ્યા પછી એ તો ખબર પડી જશે કે ગંગા નદી હંમેશાથી પૃથ્વી ઉપર ન હતી, પરંતુ તેને પૃથ્વી ઉપર લાવવામાં આવી હતી. કેમ કે તેનો જન્મ તો સ્વર્ગલોકમાં થયો હતો. તો પ્રશ્ન એ થાય છે કે તો આ નદી ધરતીલોકમાં આવી કેવી રીતે? તેનો જવાબ પણ અમારી પાસે રહેલો છે. ખાસ કરીને પહેલાના યુગમાં ઘણા પ્રતાપી રાજા હતા અને રાજા બલી પછી રાજા સાગર પણ તેમાંના એક હતા. તે યુગમાં રાજા પોતાના સામ્રાજ્યને વધારવા માટે એક યજ્ઞ કરતા રહેતા હતા, જેને અશ્વમેઘ યજ્ઞ પણ કહેવામાં આવતો હતો.
તેમાં એવું બનતું હતું કે એક ઘોડો રાજ્યમાં છોડી દેવામાં આવતો હતો અને તે ઘોડો જે કોઈ રાજ્યમાંથી પસાર થતો હતો તે રાજ્ય યજ્ઞ કરવા વાળા રાજાનું થઇ જતું હતું. અને તેની વચ્ચે જો કોઈ રાજાએ તે ઘોડાને પકડી લીધો તો તે રાજાએ યજ્ઞ કરવા વાળા રાજા સાથે યુદ્ધ કરવું પડતું હતું.
એક વખત રાજા સાગરે પણ એવો જ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને ઘોડો છોડી દીધો. તે સમયે પણ ઇન્દ્ર દેવને એ ડર હતો કે ક્યાંક આ ઘોડો સ્વર્ગ માંથી પસાર થશે તો સ્વર્ગનું આખું રાજ્ય રાજા સાગર પાસે જતું રહેશે. અને જો ક્યાંક ઘોડાને પકડી લીધો તો રાજા સાગર સાથે યુદ્ધ જીતવાની પણ કોઈ આશા નથી દેખાતી. એવી સ્થિતિમાં ઇન્દ્ર દેવે ઘણી જ ચાલીથી સમજી વિચરીને નિર્ણય લીધો અને વેશ બદલીને ઘોડો પકડ્યો અને તેને કપિલ મુનીના આશ્રમમાં બાંધી દીધો.
રાજા સાગરને એ વાતની જાણ થઇ કે તેમનો ઘોડો કોઈએ પકડી લીધો તો તેમણે ગુસ્સામાં પોતાના ૬૦ હજાર પુત્રો સરખી પ્રજાને યુદ્ધ માટે મોકલ્યા. કપિલ મુની પોતાના આશ્રમમાં ધ્યાન લગાવીને બેઠા હતા. રાજા સાગરના પુત્ર પણ ઘોડાની શોધ કરી રહ્યા હતા અને જયારે તેમણે ઘોડાને આશ્રમમાં જોયો તો આશ્રમમાં થયેલી હલન ચલનથી મુનીનું ધ્યાન તૂટી ગયું. જયારે રાજાના પુત્રોએ મુનીની ઉપર ઘોડા પકડવાનો ખોટો આરોપ લગાવ્યો, ત્યારે મુનીને ગુસ્સો આવ્યો રાજાના બધા પુત્રોને ભસ્મ કરી દીધા. ત્યાર પછી રાજાના પુત્રોની આત્માને શાંતિ નહોતી મળી રહી હતી. તે રાજા સાગરની વાર્તાનો અંત થઇ ગયો
ઘણી પેઢીઓ પછી આ કુળમાં રાજા ભગીરથનો જન્મ થયો. તેમણે એ નક્કી કરી લીધું કે તે પોતાના પૂર્વજોની આત્માને જરૂર શાંતિ અપાવશે. એટલા માટે તેમણે ભગવાનની કઠોર તપસ્યા કરી અને તેમની તપસ્યાથી ખુશ થઇને ભગવાન વિષ્ણુએ રાજા ભગીરથને પોતાના દર્શન આપ્યા.
ભગીરથે ગંગા નદીને ધરતી ઉપર લાવવાની પ્રાર્થના કરી. રાજા ભગીરથના પૂર્વજોની આત્માને શાંતિ ત્યારે મળી શકતી હતી, જયારે તેમના અસ્થી ગંગા નદીમાં પધરાવવામાં આવે. એટલા માટે રાજા ભગીરથે ભગવાન વિષ્ણુ પાસે એ વરદાન માગ્યું હતું. પણ ભગવાન વિષ્ણુએ કહ્યું કે ગંગા ઘણી જ ગુસ્સા વાળા સ્વભાવની છે અને છતાંપણ તે ઘણી મુશ્કેલીથી ધરતી ઉપર આવવા રાજી થઇ ગઈ. પરંતુ મુશ્કેલી એ હતી કે ગંગા નદીનો પ્રવાહ એટલો વધુ હતો કે જો તે ધરતી ઉપર આવે તો આખી ધરતી તોફાનમાં વહી જાય અને નાશ થઇ જાય. તેવામાં ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રાર્થના કરી કે તે ગંગાને પોતાની જટાઓમાં બાંધીને નિયંત્રિત કરે જેથી ધરતીને કોઈ નુકશાન ન થાય.
જયાએ ગંગા ઘણી જ તીવ્ર ગતીથી ધરતી ઉપર ઉતરી ત્યારે ચારે તરફ ધરતી ઉપર તોફાન જેવું છવાઈ ગયું. તેવામાં શિવજીએ ગંગાને પોતાની જટાઓમાં સમાવીને એક પાતળી ધાર સમાન ધરતી ઉપર ઉતારી. આવી રીતે ગંગાનો ધરતી ઉપર પ્રવેશ થયો. જો જોવામાં આવે તો રાજા ભગીરથને કારણે ગંગા નદી ધરતી ઉપર આવી એટલા માટે તેને ભાગીરથી પણ કહેવામાં આવે છે.
ગંગા નદીની સ્વર્ગથી ધરતી સુધીની આ યાત્રા કથાને વાંચીને તમને ખબર પડી ગયું હશે, કે ગંગાનું આપણા જીવનમાં શું મહત્વ છે. તેની પવિત્રતા આત્માને શુદ્ધ કરી દે છે. એટલા માટે ગંગા નદીને હંમેશા પવિત્ર રહેવા દો, ત્યારે તે ધરતી ઉપર સમૃદ્ધ રહી શકશે.
ગંગા એશિયાની એક સરહદ નદી છે જે ભારત અને બાંગ્લાદેશથી વહે છે.૨૫૧૦ કિ.મી. (૧,56969 માઇલ) નદી ભારતના ઉત્તરાખંડ રાજ્યના પશ્ચિમ હિમાલયમાં નીકળે છે, અને દક્ષિણ અને પૂર્વમાં ઉત્તર ભારતના ગંગાત્મક સાદામાંથી બાંગ્લાદેશમાં વહે છે, જ્યાં તે બંગાળની ખાડીમાં ખાલી થાય છે. તે સ્રાવ દ્વારા પૃથ્વી પરની ત્રીજી સૌથી મોટી નદી છે.
ગંગા હિંદુઓની સૌથી પવિત્ર નદી છે. તે લાખો ભારતીયોની જીવાદોરી છે જે તેના માર્ગ પર રહે છે અને તેમની રોજિંદી આવશ્યકતાઓ માટે તેના પર નિર્ભર છે. હિન્દુ ધર્મમાં તે ગંગા દેવી તરીકે પૂજાય છે. પાટલીપુત્ર, કન્નૌજ, કારા, કાશી, પટણા, હાજીપુર, મુંગેર, ભાગલપુર, મુર્શિદાબાદ, બહરમપુર, કંપીલ્યા અને કોલકાતા તેની કાંઠે અથવા સહાયક નદીઓના કાંઠે સ્થિત ઘણા પૂર્વ પ્રાંતીય અથવા શાહી રાજધાનીઓ સાથે, તે ઐતિહાસિક રૂપે પણ મહત્વપૂર્ણ રહ્યું છે. જોડાયેલ જળમાર્ગો. ગંગાના મુખ્ય દાંડીની શરૂઆત દેવપ્રયાગ શહેરથી થાય છે, અલકનંદાના સંગમથી, જે તેની લંબાઈને કારણે હાઇડ્રોલોજીમાં સ્રોત પ્રવાહ છે, અને ભગીરથી, જે હિન્દુ પુરાણકથામાં સ્રોત પ્રવાહ માનવામાં આવે છે.
ગંગા નદી માત્ર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે એવું નથી, પરંતુ દેશની કુલ વસતીમાંથી 40 ટકા વસતી તેના કિનારે વસે છે. વર્ષ 2014માં ન્યુયોર્કમાં મેડિસન સ્ક્વેર ખાતે ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “જો આપણે ગંગાને સ્વચ્છ કરી શકીશું તો દેશની 40 ટકા વસતીને ઘણી મોટી મદદ મળશે. એટલે, ગંગાની સફાઈ પણ આર્થિક એજન્ડા છે.”
આ સ્વપ્નને હકીકતમાં ફેરવવા માટે સરકારે નમામિ ગંગે નામે સુગ્રથિત ગંગા જાળવણી અભિયાન શરૂ કર્યું, જેથી ગંગા નદીનું પ્રદૂષણ અટકાવી શકાય અને નદીને પુનઃજીવિત કરી શકાય. નદીને સ્વચ્છ કરવા, બજેટને ચાર ગણું વધારવા અને કેન્દ્ર સરકારનો 100 ટકા હિસ્સો ધરાવતી કેન્દ્રિય ક્ષેત્રની યોજના માટે વર્ષ 2019-20 સુધીમાં રૂ. 20,000 કરોડ ખર્ચ કરવાની કેન્દ્ર સરકારની પ્રસ્તાવિત કાર્યયોજનાને કેન્દ્રિય મંત્રીમંડળે મંજૂરી આપી હતી.
ગંગાના કાયાકલ્પનો પડકાર બહુ-ક્ષેત્રીય, બહુપરિમાણીય અને બહુપક્ષીય હોવાથી મંત્રાલયોમાં પરસ્પર અને કેન્દ્ર તેમજ રાજ્ય વચ્ચે સંકલન સુધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને કાર્યયોજના ઘડવામાં તેમજ કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ દેખરેખમાં તેમને વધુ પ્રમાણમાં સામેલ કરવામાં આવ્યાં.
કાર્યક્રમના અમલીકરણને વિભાજિત કરવામાં આવ્યું – પ્રવેશ કક્ષાની પ્રવૃત્તિઓ (તાત્કાલિક દેખાય તેવી અસર માટે), મધ્યમ ગાળાની પ્રવૃત્તિઓ (પાંચ વર્ષના ગાળામાં અમલ કરવા), અને લાંબા ગાળાની પ્રવૃત્તિઓ (10 વર્ષના ગાળામાં અમલ કરવા).
ગંગાને શુદ્ધ કરવાનું અભિયાન તો છેક 1980ના દાયકાથી કોંગ્રેસી સરકાર દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ, આગલી સરકારોએ ગંગાને શુદ્ધ કરવાની જગ્યાએ પોતપોતાના ખિસ્સાઓ ભરવામાં કદાચ વધુ ધ્યાન આપ્યું હતું જેને લીધે ગંગા શુદ્ધ થવાથી તો દૂર પરંતુ વધુને વધુ અશુદ્ધ થવા લાગી.2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારે તેમણે નમામિ ગંગે પ્રોજેક્ટની ઘોષણા કરી હતી જેનું કુલ મૂલ્ય રૂ. 20,000 કરોડ આંકવામાં આવ્યું હતું.
જ્યારે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી ત્યારેજ મોદી વિરોધીઓ તેની સફળતા પર શંકા કરી રહ્યા હતા,પરંતુ આજે એ જાણીને નવાઈ લાગશે કે નમામિ ગંગે પ્રોજેક્ટના મીઠા ફળ મળવાના શરુ થઇ ગયા છે અને ગંગા સ્વચ્છ થવાની શરુ થઇ છે.ગંગા સ્વચ્છ થવાની હજી તો શરૂઆત થઇ છે પરંતુ તેનાથી ભારતના સાત શહેરોને અત્યારથી જ ફાયદો થવાનો શરુ થયો છે.
આવો જાણીએ કે આ સાત શહેરો કયા છે અને અહીં કેવા જોરશોરથી નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળ ગંગાને શુદ્ધ કરવાના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
કાનપુર
કાનપુર પોતાની પેપર ઇન્ડસ્ટ્રી માટે જેટલું જાણીતું છે એટલુંજ સીસામાઉ અને જજમાઉ ગટરો માટે પણ જાણીતું છે. આ બંને ગટર માર્ગોમાંથી ટનબંધ ગંદુ અને પ્રદુષિત પાણી ગંગાને અભડાવે છે અને ગંગાના પ્રદુષિત થવા પાછળ આ બંને ગટરો પણ મોટેભાગે જવાબદાર છે. અત્યારસુધી
એક પણ સરકારને આ બંને ગટરોને બંધ કરીને તેના પ્રદુષિત પાણીને સ્વચ્છ કરવાની વ્યવસ્થા ગોઠવવાનું સુઝયું ન હતું
નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળ નરેન્દ્ર મોદીની સરકારે રૂ. 2192 કરોડ 10 અલગ અલગ પ્રોજેક્ટ્સ માટે મંજૂર કર્યા હતા જેમાં કાનપુર અને આસપાસના વિસ્તારો પણ સામેલ છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા સરકારે 450 MLDના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 350 કિમીનું સુએઝ નેટવર્ક ઉભું કર્યુ. આ પ્રોજેક્ટની મુખ્ય સિદ્ધિ એ રહી કે કાનપુરનું સીસામાઉ નાલાને કાયમ માટે બંધ કરી અને તેનું પ્રદુષિત પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાળવામાં આવ્યું છે અને કાનપુર પાસેની ગંગાના પાણીમાં સ્વચ્છતા ધીમેધીમે વધી રહી છે.
વારાણસી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા વિસ્તારમાંથી પણ ગંગાનદી પસાર થાય છે અને અહીં પણ ગંગા પ્રદુષિત થાય છે. અહીં પણ રૂ.235.53 કરોડના ખર્ચે સુએઝ પ્લાન્ટ શરુ કરવામાં આવ્યા છે.વારાણસી ઉપરાંત વરુણ અને અસ્સી પર તેમજ ચૌકાઘાટ, ફૂલવરીયા અને સરૈયા વિસ્તારોમાં પણ સુએઝ પ્લાન્ટ શરુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકાર વારાણસીમાં હાલમાં ચાલી રહેલા સુએઝ પ્લાન્ટ્સનું પણ પુનઃનિર્માણ કરી રહી છે. વારાણસીમાં શબોના અંતિમ સંસ્કાર ગંગા નદીમાં કરવામાં આવતા હોવાથી તેના પર પણ રોક લગાવવા અંગે પગલાં લેવામાં આવી રહ્યા છે.
પ્રયાગરાજ
પ્રયાગરાજમાં મહાકુંભ આયોજિત થયો અને સરકારે અગાઉ જ નમામિ ગંગે હેઠળ લગભગ રૂ. 2915 કરોડના ખર્ચે 10 પ્રોજેક્ટ્સ શરુ કર્યા છે જેમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ તેમજ 779 કિમીનું સુએઝ નેટવર્ક પણ સામેલ છે. પ્રયાગરાજ ઉપરાંત નૈની, ફ્ફામાઉ અને જુસી ખાતે આ પ્રકારે સુએઝ નેટવર્ક ઉભા કરવામાં આવ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં 10માંથી 4 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઇ ગયા છે અને 129 કિમીમાં પથરાયેલું સુએઝ નેટવર્ક 119 MLD જેટલો કચરો સાફ કરે છે.આટલુંજ નહીં ગંગાએ શરુ થનારા મહાકુંભ દરમ્યાન પણ શુદ્ધ રાખવા માટે 27,500 શૌચાલયો, 20,000 યુરીનલ્સ અને 16,000 કચરાપેટીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
હૃષિકેશ
ગંગાના ઉદભવ સ્થાનથી શરુ કરતા જો પહેલું શહેર તેના માર્ગમાં આવતું હોય તો તે છે હૃષિકેશ છે અને નમામિ ગંગે હેઠળ સરકારે અહીં સમગ્ર ઉત્તરાખંડ માટે 31 પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે જેમાંથી 8 તો હૃષિકેશમાં જ છે. અહીં પણ બે સુએઝ પમ્પીંગ સ્ટેશનો શરુ કરવામાં આવ્યા છે. જેમાંથી એક મુની-કી-રેતીમાં ચાલુ છે. આ વિસ્તારમાં આવેલા અસંખ્ય આશ્રમોને લીધે બહારથી આવનારા લોકોની સંખ્યા ઘણી છે.
હૃષિકેશના જગજીતપુર અને સરાઈ વિસ્તારોમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ શરુ કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટ્સમાં 40 ટકા રોકાણ સરકારનું છે અને તેમાં દરેક સ્તરે સમયબદ્ધ લક્ષાંક નક્કી કરી દેવામાં આવ્યા છે જેથી સમયસર આ પ્લાન્ટ્સ તૈયાર થઇ જાય.
હરદ્વાર
ગંગા કિનારે આવેલું એક બીજું પવિત્ર યાત્રાધામ છે હરદ્વાર. સરકારી આંકડાઓ અનુસાર અહીં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાંડ જરૂરી માત્રા કરતા વધુ છે અને જે દર્શાવે છે કે હરદ્વાર ખાતે ગંગા નદીમાં પ્રદુષણ ખુબ છે. આ સમસ્યાના ઉકેલ માટે નમામિ ગંગે હેઠળ હરદ્વારમાં આવેલા હાલના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે અને વધારાના 82 MLD કચરાને શુદ્ધ કરવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે.
પટણા
બિહારની રાજધાની પટણા દ૨૨ોજ 285 MLD જેટલો કચરો ઉત્પાદિત કરે છે જ્યારે તેની પાસે લગભગ 110 MLD કચરો શુદ્ધ કરવાની ક્ષમતા છે.નમામિ ગંગે હેઠળ પટણામાં 11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે અને 1140 કિમીનું સુએઝ નેટવર્ક પણ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરમાંથી ગંગામાં ખાલી થતી 33 ગટરોને કાયમ માટે બંધ કરવાનું કાર્ય પણ જોરશોરથી ચાલુ કરવામાં આવ્યું છે. આ તમામ પ્રોજેક્ટ્સ પાછળ રૂ.3,580 કરોડનો ખર્ચ થશે.
દિલ્હી
દિલ્હી ગંગા કિનારે નથી આવ્યું પરંતુ દિલ્હીમાંથી પસાર થતી વિશ્વની સહુથી પ્રદુષિત નદીઓમાંથી એક એવી યમુના પ્રયાગરાજ ખાતે ગંગાને જરૂર મળે છે અને સાથે સાથે પોતાનું પ્રદુષણ પણ લેતી આવે છે. આથી જ સરકારે યમુના નદીને પણ શુદ્ધ કરવાનું કાર્ય દેશની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં શરુ કરાવ્યું છે જે નમામિ ગંગે પ્રોજેક્ટનો જ એક હિસ્સો છે. સરકારે 340 MLD ની ક્ષમતા ધરાવતા ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ શરુ કર્યા છે. દિલ્હી પાસેના નજફગઢમાં 7 ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ કરવામાં આવશે જે દિલ્હીમાં આ પ્રોજેક્ટ હેઠળ શરુ થયેલા 11 ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાંથી એક છે.
આમ સરકારે અગાઉની સરકારો કરતા ગંગાને શુદ્ધ કરવાના મજબૂત પ્રયાસો શરુ કરી દીધા છે અને તેના શરુઆતના ફળ ચાખવા પણ મળી રહ્યા છે. જો મોદી સરકાર આવનારા વર્ષમાં આ જ રીતે નમામિ ગંગે પ્રોજેક્ટ આગળ વધારતી રહેશે તો એક દિવસ એવો જરૂર આવશે જ્યારે ગંગા નદી સંપૂર્ણપણે શુદ્ધ થઇ જશે.
ટિપ્પણીઓ