महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

છબી
  महाभारत काल  दुनिया के महान धार्मिक-पौराणिक ग्रंथों में महाभारत काफी लोकप्रिय है. यह ऐसा महाकाव्य है, जो हजारों वर्षो के बाद भी अपना आकर्षण बनाये हुए है. यह काव्य रचना जितनी लौकिक है, उतनी ही अलौकिक भी. इसके जरिये जीवन-जगत, समाज-संबंध, प्रेम-द्वेष, आत्मा-परमात्मा के रहस्यों को समझा जा सकता है. शायद यही वजह है कि समय के बड़े अंतराल के बाद भी इसका महत्व कम नहीं हुआ है. इसी महाभारत में श्रीकृष्ण के कर्म, अनुराग, युद्ध, रणनीति वगैरह के दर्शन भी मिलते हैं. अब तो श्रीभगवद् गीता को प्रतिष्ठित प्रबंधन संस्थानों में पढ़ाया जा रहा है. इसके घटनाक्रम और वृतांत यह जिज्ञासा पैदा करते रहे हैं कि इस काव्य का रचनाकाल क्या है. कोई इसे तीन हजार साल पुराना मानता है तो किसी की मान्यता है कि यह करीब 1400 ईपू या 950 ईपू पुरानी बात है. महाभारत के रचनाकाल पर बीते दिनों बिहार-झारखंड के मुख्य सचिव रहे विजय शंकर दुबे ने पटना के प्रतिष्ठित केपी जायसवाल शोध संस्थान में विशेष व्याख्यान श्रृंखला के तहत अपना लिखित व्याख्यान पेश किया. यह विषय इतना रोचक और दिलचस्प रहा है कि आज भी उसकी लोकप्रियता जस की तस बनी ...

બુદ્ધ પૂર્ણિમા




આજે બુદ્ધ પૂર્ણિમા
ભગવાન બુદ્ધનો જન્મદિવસ, નિર્વાણ દિવસ અને તેમને જ્ઞાન મળ્યાનો પણ દિવસ....
આશરે પચ્ચીસસો વર્ષ પહેલાં નવા નવા રાજવંશો સત્તા ભારતીય ઉપખંડમાં સત્તા પર આવી રહ્યા હતાં, તે સમયે ગણરાજ્ય પરંપરા પણ ચાલુ થઇ હતી. ભગવાન બુદ્ધના પિતા જન્મજાત રાજા ન હતાં, પણ ગણરાજ્ય દ્રારા શાક્ય પ્રજાએ ચૂંટેલા હતાં. આ નેતા સર્વાનુમતે કે બહુમતીથી પસંદ કરવાની પ્રણાલી બૌદ્ધ સંઘોમાં આવી હતી. બુદ્ધ ઘરનો ત્યાગ કર્યા પછી પણ જે આશ્રમમાં રહ્યા હતાં, એ બધાએ તેમનું તેજ જોઇને મઠાધિપતિ બનાવવાની લાલચ આપી હતી, દરવખતે બુદ્ધ ભગવાને સમજાવવું પડતું કે ભાઇ, તમારા આશ્રમ કરતાં પણ વધુ સંપત્તિ અને સત્તા છોડીને નીકળ્યો છું....
બોદ્ધ ધર્મના પ્રચારની વાત આવે એટલે સમ્રાટ અશોકનુ નામ યાદ આવે. એવી લોકકથા છે કે એક સમયનો ક્રૂર અશોક ગાદી મેળવવા અઠ્ઠાણુ (98) ભાઇઓની હત્યા કરીને ગાદી પર બેઠો હતો. જગજાહેર કહાની છે કે, તેને ગાદી મળ્યાના આઠ વર્ષ પછી કલિંગ સાથે યુદ્ધ, યુદ્ધમાં લાશો જોઈ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો.
અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને ધર્મ પ્રચાર માટે શ્રીલંકા મોકલી અને બૌદ્ધ ધર્મને ચીન અને જાપાન સુધી પહોંચાડી દીધો. ગ્રીક રાજવી મિનેન્ડર બૌદ્ધ બની રાજા મિલિન્દ બન્યો.
બૌદ્ધ ધર્મમાં શું લખ્યું છે કે આપણને ગમી જાય? આજે પણ આટલું આકર્ષણ શા માટે? બૌદ્ધ ધર્મના મૂળ ચાર સત્ય, જે મિશન વિઝન જેવા છે. 1.પૃથ્વી પર તમારા જન્મ સાથે દુઃખ જોડાયેલું છે. હાય રે જિંદગી... 2.દરેક દુઃખ માટે કારણ તો હોય જ....સાચી વાત છે, કોરોના આમ જ નથી આવ્યું. 3. દુઃખ રોકી શકાય અને 4. રોકવા માટે તમારે જ્ઞાની થવું પડે....
જ્ઞાન, શીલ અને સમાધિને કેન્દ્રમાં રાખીને તે સમયના સમાજમાં વ્યાપેલી કેટલીક બિનજરૂરી રુઢીઓ ઓછી કરી. મન, કર્મ અને વચનથી હિંસા કરવી નહીં એ સૂત્ર ગાંધીયુગ સુધી વ્યાપ્ત રહ્યું.
એ સમયે બુદ્ધનુ ક્રાંતિકારી પગલું એ હતું કે સ્ત્રીઓને પણ ભિખ્ખુ બનવાનો અધિકાર આપ્યો હતો, પાંત્રીસ વર્ષની વયે બનારસ પાસે શારનાદમા પહેલું વક્તવ્ય આપ્યું. ભારત ભ્રમણ શરૂ કર્યું અને જે રીતે ઓશો રજનીશથી ધનિક અને બુદ્ધિશાળી વર્ગ આકર્ષાયો હતો, એ જ રીતે રાજવીઓ, સરદારો, ધનિકો તથા જટિલ ક્રિયાકાંડથી થાકેલો મધ્યમ વર્ગ પણ બુદ્ધથી આકર્ષિત થયો હતો. પાંત્રીસ વર્ષે શરૂ થયેલી યાત્રા તેમના એંસીમાં વર્ષ સુધી ચાલી અને ભારતભરમાં અસંખ્ય અનુનાયીઓ થઈ ગયા.
ભગવાન બુદ્ધ નિર્વાણ પામ્યા પછીના દોઢસો બસો વર્ષમાં તેમના વક્તવ્ય, ક્વોટ અને તેમના સિદ્ધાંતનો સંગ્રહ કરવામાં આવ્યો. આ સંગ્રહ ત્રણ ભાગમાં પ્રસિદ્ધ થયો. પહેલા ભાગનું નામ વિનયપિટક, બીજો સૂત્રપિટક અને ત્રીજાનું નામ અભિધર્મપિટક. આપણે જે બૌદ્ધ જાતકકથાઓ વાંચીએ છીએ એ આ ગ્રંથોમાં સંગ્રહ પામી છે.બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું હતું.
ગ્રીક રાજા મિલિન્દે બૌદ્ધ સાધુ નાગસેન સાથે વાર્તાલાપ કર્યો હતો, જે મિલિન્દ પન્હા નામના બાવીસસો વર્ષ જૂના ગ્રંથમાં છે. મિલિન્દ સારો કવિ અને સંગીતકાર પણ હતો.
ભગવાન બુદ્ધ ધર્મ અને જ્ઞાનની વાતો લોકભાષામાં કરી હતી. સમાજમાં નવતર સુધારા લાવવા છતાં બૌદ્ધ વિચારધારા કનિષ્કના સમયમાં બે ભાગમાં વહેંચાઈ ગઇ... હીનયાન અને મહાયાન.
મહાયાનમાં બુદ્ધની વિશાળ પ્રતિમાઓ સાથે ભગવાન તરીકે પૂજાવા લાગ્યા. આ પરંપરામાં અશ્વઘોષ નામના વિદ્વાને બુદ્ધચરિત ગ્રંથ રચ્યો, જે ભારતીય સાહિત્યના શ્રેષ્ઠ સર્જનમાં સ્થાન પામ્યો છે. તેમણે જે બૌદ્ધ ફિલોસોફી આપી તેનો જાપાનમાં શૈક્ષણિક અભ્યાસ કરાવવામાં આવે છે.
નાગાર્જુન નામના દક્ષિણ ભારતીય બ્રાહ્મણે બૌદ્ધ માધ્યમિક સંપ્રદાય બનાવ્યો, તેના સમકાલીન વસુબંધુએ રચેલા બૌદ્ધ સાહિત્યને ચીનમાં આધાર માનવામાં આવે છે. બૌદ્ધ પરંપરામાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જે સાહિત્ય લખાયું તેની એશિયા સહિત યુરોપિયન સાહિત્ય પર પણ અસરો પડી હતી.
 બૌદ્ધ જાતકકથા મુજબ ભગવાન બુદ્ધ હમેશા કહેતાં કે જીવન વીણાના તાર જેવું રાખવું, બહુ ખેંચવું પણ નહીં અને ઢીલું પણ રાખવું નહીં, બંને નુકસાનકારક છે...
   હા, બૌદ્ધિઝમમાં ગુજરાત ક્યાં? ગુજરાતમાં બૌદ્ધ ધર્મ લગભગ ત્રેવીસ સો વર્ષ પહેલાં આવ્યો. એકલા સૌરાષ્ટ્રમાં બસો જેટલા વિહારમાં છ હજાર બૌધ ભિક્ષુ રહેતા હતા. અશોકના સમયથી ગુજરાતમાં મૈત્રક યુગ સુધી પ્રચલિત થયેલો બૌદ્ધ ધર્મ સોલંકી વંશના સમય આસપાસ નામશેષ બની ગયો. 
   સ્થિરમતિ અને ગુણપતિ નામના બૌદ્ધ આચાર્યોએ વલભીના વિહારમાં રહીને અનેક પુસ્તકો લખ્યા હતા. આપણે ત્યાં બાવાપ્યારાની ગુફાઓ, ઉપરકોટની ગુફાઓ, ઢાંક તળાજા અને બરડાના ડુંગર વિસ્તારમાં બૌદ્ધ વિહારના અવશેષો મળે છે. પ્રતાપી રાજા ધ્રુવસેન પહેલાની ભાણેજ દુદા ભગવાન બુદ્ધની પરમ ઉપાસક હતી, તેણે વલભીમાં બૌદ્ધ સાધુઓ માટે વિશાળ વિહાર બનાવ્યો હતો... અને હા, બૌદ્ધ સાધુ બનતા પહેલા શ્રમણ કે શ્રમણીની ટ્રેઇનિંગ માટે સૌરાષ્ટ્રના વિહારો દેશવિદેશમાં પ્રખ્યાત હતાં...
  
🙏🏻🙏🏻🙏🏻

ટિપ્પણીઓ

શું આપ જણો છો ?

श्रीशनिजयंति(SHANI JAYANTI)

ફાગણ વદ એકાદશી : પાપમોચિની એકાદશી (PAPMOCHINI EKADASHI)

महाकवि कविकुलगुरु कालिदासजी

गुरुपूर्णिमा महोत्सव (GURUPURNIMA MAHIMA)

વડ : ધરતિનું કલ્પવૃક્ષ