महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

એક વાર મહારાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને કહ્યું હે જનાર્દન, આપના મુખારવિંદની અમૃતવાણી દ્વારા જુદી જુદી એકાદશીના માહાત્મ્ય સાંભળ્યા પછી પણ હૃદયની જિજ્ઞાસા નષ્ટ થવાને બદલે વધારે ને વધારે પ્રબળ બનતી જાય છે. હવે આપ કૃપા કરી (એપ્રિલ-મે) વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી કે જેનું માહાત્મ્ય સૂર્ય પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે તેની કથા કહો; આ એકાદશીનું શું નામ છે ? અને આ એકાદશી કરવાની વિધિ શું છે ? આ એકાદશી કરવાથી શું ફળ મળે ? કૃપા કરીને આ બધું મને વિગતે સમજાવો.
ભગવાન શ્રીકૃષ્ણે જવાબ આપ્યો હે ધર્મરાજ યુધિષ્ઠિર, વશિષ્ઠ ઋષિએ એક વખત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને કહેલી વાર્તા હું તમને કરું છું તે પૂરા ધ્યાનથી સાંભળો.
એક સમયની વાત છે કે ભગવાન રામચંદ્રજી તેમના ગુરુ મહર્ષિ વશિષ્ટને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું, 'હે ભગવાન, સીતાના વિરહથી હું ખૂબ જ વ્યથિત છું, કૃપા કરીને મને એવું વ્રત બતાવો કે જે કરવાથી અનંત પુણ્યફળ મળે અને બધા જ પ્રકારના પાપો નિર્મૂળ થાય.'
વશિષ્ઠ ઋષિ કે જે શ્રી રામચંદ્રજીના આધ્યાત્મિક ગુરુ હતા, તેમને કહ્યું, હે પ્રિય રામ, તારી શ્રદ્ધાયુક્ત બુદ્ધિ ઘણી તીક્ષ્ણ છે, કારણ કે તારો પ્રશ્ન સમસ્ત મનુષ્ય જાતિના કલ્યાણ માટે છે. ફક્ત તમારું પવિત્ર અને કલ્યાણકારી નામ યાદ કરવાથી અ ગુણગાન ગાવાથી સમસ્ત જીવો પવિત્ર બને છે અને દરેક પ્રકારની મંગલ કામનાઓ પ્રાપ્ત કરવાને પાત્ર બને છે, પરંતુ સાધારણ જીવોના લાભાર્થે, હું તને એક મહાન વ્રતનું વર્ણન કરીશ. હે વત્સ, વૈશાખ માસમાં આવતી એકાદશી એ મોહિનની એકાદશી તરીકે ઓળખાય છે અને ઘણી જ પાવનકારી છે. આ એકાદશી કરવાથી સમસ્ત મોહજાળ ભૌતિક યાતનાઓ અને પાપકર્મોમાંથી મુક્તિ મળે છે. હું આપને હવે એક અત્યંત પ્રાચિન ઇતિહાસ સંભળાવું છું, તે ધ્યાનપૂર્વક શ્રવણ કરો. આ આખ્યાન સાંભળવાથી અથવા સંભળવાવવાથી મોટામાં મોટું પાપ પણ નષ્ટ પામે છે.
પવિત્ર સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરીમાં ધુતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો. તે ચંદ્રવંશમાં જન્મ્યો હતો અને અત્યંત ધર્માત્મા, દયાળુ, સત્યાદી તેમજ ન્યાયી હતો. એ નગરીમાં ધનપાલ નામે ભગવાન વિષ્ણુનો પવિત્ર અને સમૃદ્ધ ધર્માત્મા ભક્ત રહેતો હતો તે વૈશ્ય જાતિનો હતો. આ ધનપાલે લોકોના માટે ધર્મશાળાઓ, વિશ્રામગૃહો, નિશાળો, ભગવાન વિષ્ણુના મંદિરો, સાર્વજનિક દવાખાના, રસ્તાઓ અન મંડીઓ બંધાવ્યા, તેને જળાશયો અને અન્નક્ષેત્રો બનાવ્યા, તેના પીવાના પાણી માટે ઠેર ઠેર કુવા ખોદાવ્યા અને ન્હાવા ધોવા માટે તળાવ બંધાવ્યા, તેને ફળફળાદિના બગીચા પણ બનાવ્યા. આ રીતે તેણે પોતાની પા દ્રવ્યનો પોતાના નામને અનુરૂપ સદ્ધયોગ કરી એક અગત્યનું દૃષ્ટાં 2 પાડી જીવન સાર્થક કર્યું. ભગવાન વિષ્ણુના આ ધર્માત્મા ભક્ત કે જે શાંતિપ્રિય, બીજા માટે પરોપકારી અને હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિમાં જ રહેતો તેને સુમન, ધુતિમાન, મેધાવી, સુકીર્તિ અને પ્રુષ્ટબુદ્ધિ નામે પાંચ દીકરાઓ હતા. આ પાંચ પુત્રોમાં ધૃષ્ટબુદ્ધિ મહાપાપી, દુરાચારી, દુષ્ટ, જુગારી, ચોર, વેશ્યાઓ સાથે સહગમન કરવાવાળો મહા ઉડદંડ અને અત્યાચારી હતો. આ રીતે તે દરેક પ્રકારની પાપાચારી પ્રવૃત્તિઓમાં જ રચ્યોપચ્યો રહેતો અને આ રીતે એક પવિત્ર પિતાનો પુત્ર દુષ્ટ અને દુરાચારો બન્યો તથા કુટુંબને એક કાળો ધબ્બો લગાવ્યો. તે કદી ભગવાનમાં માનતો નહીં, પૂર્વજોને કે બ્રાહ્મણોને માન આપતો નહીં. તે હંમેશા પાપાચારો પ્રવૃત્તિઓમાં જ રચ્યોપચ્યો રહેતો અને આ રીતે તિરસ્કૃત જીવન જીવતો, દુષ્ટ પુષ્ટબુદ્ધિએ તેના પિતાની બધી સંપત્તિ ખોટા માર્ગે વાપરી કાર્યો તે હંમેશા માંસાહારી ખોરાક ખાતો અને દારૂ જ ઢીંચ્યા કરતો. એક દિવસ ધનપાલે તેના પુત્રને વેશ્યાને ઘેર જતા જોયો અને વેશ્યાના બાહુપાશમાં જોયો ત્યારે તેને ઘણું દુ:ખ થયું. તે જ દિવસે તેને ઘરની બહાર કાઢી મૂક્યો. પ્રુષ્ટબુદ્ધિ તે જ દિવસથી તેના પિતા, માતા, ભાઈઓ, મિત્રો અને સગાસંબંધીના મનથી ઉતરી ગયો અને બધાની સહાનુભૂતિ ગુમાવી. તેને જ્ઞાતિ બહાર મૂકવામાં આવ્યો અને દરેક તેને ધિક્કાવા લાગ્યા.
ધૃષ્ટબુદ્ધિને ઘરમાંથી કાઢી મુક્યા પછી પણ તેને પોતાની દુષ્ટ પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને તેની પાસે જે કંઈ ઘરેણા અને કપડા લત્તા હતા તે વેચીને પાયમાલ થઈ ગયો. તે બધી સંપત્તિનો પણ અંત આવ્યો. પૂરતા ખોરાકના
અભાવે ધીરે ધીરે તે શારીરિક રીતે નબળો પડતો ગયો અને હાડપિંજર જેવો થઈ ગયો. તેના મિત્રોને તેની ગરીબીનો ખ્યાલ આવતાં તેઓ પણ તેને ધિક્કારવા લાગ્યા અને તેને છોડી ગયા.
"ધૃષ્ટબુદ્ધિ હવે ચિંતાતુર બન્યો. તેની પાસે ખોરાક કે કપડાં ન હતા અને તે ભયંકર ભૂખ્યો હતો. આથી તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે હવે મારે શું કરવું ? મારે ક્યાં જવું ? હું કેવી રીતે જીવી શકીશ ? આ રીતે વિચારતાં તેને નક્કી કર્યું કે જીવવા માટે હવે ચોરી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ રીતે વિચારી તે ચોરી કરવા આખો દિવસ આમતેમ રખડવા લાગ્યો. કેટલીક વખત રાજાના સિપાઈ દ્વારા તે ચોરી કરતાં પકડાઈ પણ જતો પરંતુ તેના પિતાની ખ્યાતિને લઈને તે છૂટી જતો. આ રીતે ઘણી વખત પકડાયા અને છોડ્યા પછી એક વખત મોટી ચોરી કરવા જતા પકડાઈ જવાથી સિપાઈઓ તેને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને આ માટે મહા દંડ આપ્યો. રાજાએ કહ્યું, “હે પાપી મૂરખ પ્રાણી, એ તારા જેવો મહાપાપી મારા રાજ્યમાં રહી શક્યા લાયક નથી, હું તને છોડી મૂકું છું પરંતુ તરત જ આ નગરી છોડીને તારે જ્યાં જવું હોય ત્યાં જા.”
ધૃષ્ટબુદ્ધિ આકરી સજાના ભયથી નગરી છોડી ચાલ્યો ગયો. તે ચલતાં ચાલતાં ઘણે દૂર એક ગાઢ જંગલમાં ગયો. આ જંગલમાં તે ખૂબ ભટકી ભટકીને થાકી ગયો અને તેને ભયંકર ભૂખ અને તરસ લાગી, તેથી તેને પશુ પક્ષીઓને મારી તેનું કાચું માસ ખાવા લાગ્યો.
આ રીતે ઘણા વર્ષો સુધી તે હાથમાં બાણ અને તીરકામઠા લઈને શિકારીની જેમ રખડતો અને નિર્દોષ પ્રાણીઓને મારી પાપી જીવન જીવવા લાગ્યો.
ધૃષ્ટબુદ્ધિએ ઘણો દુઃખી અને ચિંતા કરતો, પરંતુ એક દિવસ ભૂતકાળના પુણ્ય પ્રતાપે એક દિવસ રખડતો રખડતો તે કૌùિન્ય મુનિના પવિત્ર આશ્રમમાં આવી પહોંચ્યો. તે વૈશાખનો મહિનો હતો અને કૌણ્ડિન્ય મુનિ પ્રાતઃ કાળે ગંગામાં સ્નાન કરી આશ્રમમાં પાછા આવી રહ્યા હતા. સંયોગ વશ, ધૃષ્ટબુદ્ધિ કે જે દુઃખને લઈને ખૂબ જ વ્યથિત હતો, મુનિના ભીના વસ્ત્રનો એક છેડો તેના પ્રભાવથી ધૃષ્ટબુદ્ધિના પાપો તરત જ થોડા હલકા થઈ ગયા. એના હૃદયમાં વીજળી વેગે એક ચમકારો થયો અને તે મુનિની પાસે આવી પ્રણામ કરી બોલ્યો, હે પ્રભુ, હું અધમ અને ભયંકર 3 પાપી છું; એવું કોઈ પણ પાપ નથી જે મેં ન કહ્યું હોય, અને તેથી મેં કરેલ કર્મોનું ફળ હું અત્યારે ભોગવી રહ્યો છું. હે પ્રભુ, મને કોઈ એવી યુક્તિ બતાવો કે જે હું ધન વગર સહેલાઈથી કરી શકું. અત્યાર સુધી અસંખ્ય પાપી પ્રવૃત્તિઓને લઈને મેં મારું ઘર, સંપત્તિ, સગાવહાલા અને મિત્રોને ગુમાવ્યા છે અને હું માનસિક યાતનાઓમાં ડૂબી રહ્યો છું.
ધૃષ્ટબુદ્ધિના આવા વચનો સાંભળી મુનિના હૃદયમાં દયા ઉત્પન્ન થઇ અને તેથી તેને કહ્યું કે હે વત્સ ! હું તને એક ઉત્તમ યુક્તિ બતાવું છું જેનાથી થોડાક જ સમયમાં તને તારા બધા પાપોમાંથી મુક્તિ મળશે, તેથી હું તને જે કહું તે ધ્યાનથી સાંભળ. વૈશાખ માસના શુકલપક્ષમાં આવતી મોહિની એકાદશીમાં એવી શક્તિ છે કે જન્મોજન્મના એકત્રિત થયેલા પાપોનોઢગલો, ભલે ને તે સુમેરુ પર્વત જેટલો હોય તે બધા પાપોનો નિર્મૂળથી નાશ કરે છે તેથી તું શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરજે.
મુનિના આ શબ્દો સાંભળી ધૃષ્ટબુદ્ધિ ખૂબ જ ખુશ થઈ ગયો અને મુનિની સૂચના પ્રમાણે નિયમપૂર્વક તેને મોહિની એકાદશી કરી. હે રાજન આ મોહિની એકાદશી કરવાથી મહાપાયી ધૃષ્ટબુદ્ધિ તરત જ બધા પાપોમાંથી મુક્ત બન્યો અને તેને દિવ્ય શરીર પ્રાપ્ત થયું અને ગરૂડ ઉપર બેસીને વૈકુંઠ લોકમાં ગયો. હે રામચંદ્રજી, આ એકાદશી અજ્ઞાનતાના અંધકાર અને બધા જ પ્રકારની ભ્રાંતિ દૂર કરે છે. આ એકાદશી કરવાથી જે પુણ્ય મળે છે તેની લોકો પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મળતું પુણ્ય, દાન કરવાથી કે તપ કરવાથી મળતું પુણ્ય પણ આવી શકે નહીં.
આ વ્રતની કથા સાંભળનાર અને કહેનારને અનેક ગાયોના દાનનું ફળ મળે છે.
ટિપ્પણીઓ