महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

છબી
  महाभारत काल  दुनिया के महान धार्मिक-पौराणिक ग्रंथों में महाभारत काफी लोकप्रिय है. यह ऐसा महाकाव्य है, जो हजारों वर्षो के बाद भी अपना आकर्षण बनाये हुए है. यह काव्य रचना जितनी लौकिक है, उतनी ही अलौकिक भी. इसके जरिये जीवन-जगत, समाज-संबंध, प्रेम-द्वेष, आत्मा-परमात्मा के रहस्यों को समझा जा सकता है. शायद यही वजह है कि समय के बड़े अंतराल के बाद भी इसका महत्व कम नहीं हुआ है. इसी महाभारत में श्रीकृष्ण के कर्म, अनुराग, युद्ध, रणनीति वगैरह के दर्शन भी मिलते हैं. अब तो श्रीभगवद् गीता को प्रतिष्ठित प्रबंधन संस्थानों में पढ़ाया जा रहा है. इसके घटनाक्रम और वृतांत यह जिज्ञासा पैदा करते रहे हैं कि इस काव्य का रचनाकाल क्या है. कोई इसे तीन हजार साल पुराना मानता है तो किसी की मान्यता है कि यह करीब 1400 ईपू या 950 ईपू पुरानी बात है. महाभारत के रचनाकाल पर बीते दिनों बिहार-झारखंड के मुख्य सचिव रहे विजय शंकर दुबे ने पटना के प्रतिष्ठित केपी जायसवाल शोध संस्थान में विशेष व्याख्यान श्रृंखला के तहत अपना लिखित व्याख्यान पेश किया. यह विषय इतना रोचक और दिलचस्प रहा है कि आज भी उसकी लोकप्रियता जस की तस बनी ...

ચૈત્ર વદ એકાદશી : વરુથિની એકાદશી (VARUTHINI EKADASHI)

 


વરુથિની એકાદશી કે જે (એપ્રિલ-મે) ચૈત્ર વદમાં આવે છે. તેનું માહાત્મ્ય ભવિષ્યોત્ર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે.

 

એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, “હે વાસુદેવ, હું આપને મારા દંડવત પ્રણામ પાઠવું છું. આપ મને ચૈત્ર માસના કૃષ્ણપક્ષમાં આવતી એકાદશીનું નામ, માહાત્મ્ય અને ફલ શું છે તે સમજાવો.”

ભગવાન શ્રીકૃષ્ણે જવાબ આપ્યો, હે પ્રિય રાજા, આ એકાદશીનું નામ વરુથિની એકાદશી છે અને તે કોઈને પણ આ જન્મમાં અને પછીના જન્મમાં સુખ સમૃદ્ધિ આપે છે. આ એકાદશીનું વ્રત કરવાથી જીવને અતિશય સુખ અને સમૃદ્ધિ મળે છે અને પાપો દૂર થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી બદનસીબ સ્ત્રી સમૃદ્ધિવાન બને છે, મનુષ્યને આ જન્મમાં અને આવતા 

 જન્મમાં સુખ અને સમૃદ્ધિ મળે છે; તેઓ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે, તેમના બધા પાપો નિર્મૂળ થાય છે અને તેઓ પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરે છે. મન્દાતા રાજાને આ એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો. કેટલાક રાજાઓ જેવા કે ધુંધુમરાને પણ આ એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો. વરુથિની એકાદશી કરવાથી કોઈને પણ દસ હજાર વર્ષ તપ કરવાનું ફળ મળે છે તે પુણ્યની પ્રાપ્તિ થાય છે.

 

હે શ્રેષ્ઠ રાજા, હાથીનું દાન એ ઘોડાના દાન કરતાં શ્રેષ્ઠ છે; જમીનનું દાન એ હાથીના દાન કરતાં શ્રેષ્ઠ છે; અને તલનું દાન એ જમીનના દાન કરતાં શ્રેષ્ઠ છે; સુવર્ણનું દાન એ તલના દાન કરતાં શ્રેષ્ઠ છે; હકીકતમાં ધાન્યના દાન જેવું કોઈ દાન નથી. હે શ્રેષ્ઠ રાજા, ધાન્યનું દાન કરવાથી આપણે આપણાં પૂર્વજો, દેવતાઓ અને બધાં જ જીવોને સંતોષ આપી શકે. વિદ્વાન પંડિતોએ એ બતાવ્યું છે કે પુત્રીને આપવામાં આવતું દાન એ ધાન્યનું દાન આપવા બરાબર છે. ભગવાને પોતે એ સરખામણી કરી છે કે ધાન્યનું દાન એ ગાયના દાન બરાબર છે. આમ છતાં કોઈને પણ વિધાનું દાન એ બધા દાનોમાં શ્રેષ્ઠ પ્રકારનું દાન છે.

 

“વરુથિની એકાદશી કરવાથી કોઈ પણ વ્યક્તિ બધા પ્રકારના દાનનું ફળ મળે છે. એ માણસ કે જે પોતાની પુત્રીને વેચી તેનું જીવન ગુજારે છે, તે મોટું પાપ કરે છે અને તેનો સર્વનાશ થાય છે અને નર્કમાં જાય છે. તેથી કોઈએ પણ પુત્રીનો વિક્રય કરી સંપત્તિ પ્રાપ્ત ન કરવી. હે રાજાઓના રાજા, એ ગૃહસ્થી કે જે લોભના પ્રભાવથી નાણાં માટે પોતાની પુત્રીનો વિક્રય કરે છે તે બીજા જન્મમાં બિલાડી બને છે. પરંતુ એ વ્યક્તિ જે પોતાની યથાશક્તિ પોતાની પુત્રીને ઘરેણાથી શણગારે છે અને યોગ્ય વરરાજાને તેનું દાન કરે છે, તેના પુણ્યોની ગણતરી કરવા યમરાજાનો દંત ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. આ એકાદશી કરનારે એક વખત કરતા વધારે ખાવું નહિ. એકાદશીના દિવસે જુગાર ન રમવું, કોઈની સાથે ક્રોધ કરવો, નિંદા ન કરવી, દુષ્ટ વ્યક્તિનો સંગ ન કરવો અને બોલવું નહીં, અસત્ય ન બોલવું. જો કોઈપણ વ્યક્તિ આ નિર્દિષ્ટ નિયમો અને વિધિ વિધાનથી વરુથિની એકાદશીનું વ્રત કરે તો તેના બધા પાપો નાશ થાય છે અને તેને પરમધામની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે જે જાગતો રહે છે અને ભગવાન જનાર્દનની ભક્તિ કરે છે તે બધા પાપોમાંથી મુક્ત થાય છે અને જીવનના પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરે છે. જે કોઈપણ આ એકાદશીનું મહાત્મ્ય વાંચે છે અથવા સાંભળે છે તેને એક હજાર ગાયોના દાનનું ફળ અને બધા પાપોમાંથી મુક્તિ મેળવી વૈકુંઠની પ્રાપ્તિ કરે છે." 

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના

 

ચૈત્ર વદ વરુથિની એકાદશીનું પુષ્ટિમાર્ગમાં ખૂબ જ માહાત્મ્ય છે, કારણ કે આ એકાદશીએ પુષ્ટિમાર્ગ પ્રગટાવનાર શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો જન્મ દિવસ ‘મહામહોત્સવ' રીતે પુષ્ટિમ પ્રસિદ્ધ છે. મંદિરમાં જન્માષ્ટમી જેવો જ ઉત્સવ મનાય છે. સવારે કેસર સ્નાન, કુલેર જોડના ભારે શણગાર ધરાવાય છે અને પલનામાં ઠાકોરજીને ઝુલાવાય છે.

 

(૧) ચૈત્ર માસના વરુથિની એકાદશીએ જ શ્રી મહાપ્રભુજીની પ્રાગટ્ય થવા પાછળની ભાવના એવી છે કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે, અને દૈવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમ જે રસો હૈ સ છે તેમની વ્રજલીલાઓની રસાનુભૂતિ કરાવવાનો છે. સંસ્કૃતમાં ચૈત્ર માસનું નામ માધવ માસ છે. માનો અર્થ પ્રભુની આધિદૈવિક લક્ષ્મી અને ધવ એટલે લક્ષ્મીના પતિનો માસ છે. પોતાના માસમાં જ પ્રભુ પ્રગટ થયા તો જ દૈવી જીવોને લીલાની પ્રાપ્તિ થઈ શકે.

 

(૨) વરુથિનીનો અર્થ છે વરદાન આપનાર. દૈવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ કરવાવવા વરદાન આપનાર આ એકાદશી છે.

 

(૩) ત્રીજો ભાવ એવો છે કે બ્રહ્મસંબંધ મંત્ર પ્રગટ કરવાનો દિવસ પણ શ્રાવણમાસના શુક્લપક્ષની એકાદશીના દિવસે ‘વરુથિની’ એટલે વરદાન આપનાર તિથિ માની તે દિવસે પ્રગટ થયા છે. આ ઉપરાંત એકાદશી તિથિ પાછળનો ભાવ એવો છે કે આપણી પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું આપણું મન. આમ આ દિવસે આપણા શરીરની બધી ઈન્દ્રિયો મન સહિત પ્રભુમાં જોડી શ્રીમદ્ આચાર્યચરણના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ તો જીવને પ્રભુની પ્રાપ્તિનો માર્ગ મળી શકે. કારણ કે લૌકિકમાં વિષયાનંદમાં ડૂબેલા કળિયુગના જીવ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના

સ્વરૂપને ઓળખી શકતા નથી અને આથી પુષ્ટિપુરુષોત્તમના સ્વરૂપાનંદનો અનુભવ કરી શકતા નથી,

(૪) શ્રીકૃષ્ણ ભૂતળ પર પ્રગટ થઈ વ્રજમાં પુષ્ટિ પુરુષોત્તમ રૂપે પુષ્ટિ લીલા અગિયાર વર્ષ બાવન દિવસ સુધી જ રહી છે. પછીની મથુરા અને દ્વારકા લીલા મર્યાદા સ્વરૂપની છે. એ જ શ્રીકૃષ્ણ મનુષ્યની આકૃતિથી ‘તંગ બ્રાહ્મણ સ્વરૂપે શ્રીમદ્ વલ્લભાચાર્યજી નામ ધારણ કરી અગિયારસના દિવસે (શ્રી મહાપ્રભુજીના સ્વરૂપે) પ્રગટ થયા છે. જેમ શ્રીકૃષ્ણે નંદરાયજીને ત્યાં વ્રજમાં અગિયાર વર્ષને બાવીસ દિવસ બિરાજી શુદ્ધ પુષ્ટિલીલા કરી, તે જ રીતે શ્રી મહાપ્રભુજીએ પણ પૂરા બાવન વર્ષ ભૂતળ પર બિરાજી ભારતની ત્રણ વખત પરિક્રમા કરીને શુદ્ધ પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કર્યો. આથી જ શ્રી મહાપ્રભુજીની તથા શ્રી પુષ્ટિ પુરુષોત્તમની લીલા વચ્ચે ઘણું સામ્ય છે.

 

(૫) શ્રી મહાપ્રભુજી વસંતઋતુની સમાપ્તિમાં અને ગ્રીષ્મની શરૂઆતમાં પ્રગટ થયા. આ પ્રકારે પ્રગટ થઈ આપે વસંત ઋતુ રૂપી ઘીનું કામ કરી દૈવી જીવોના હૃદયમાં પ્રભુમિલનનો આધિદૈવિક અગ્નિ પ્રગટ કરવા ગ્રીષ્મના માં આપશ્રી પ્રગટ થયા છો.

 

(૬) ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં (વદ)માં આપનું પ્રાગટ્ય એટલા માટે કેન્યાના ઘોર અંધકારમાં વિષયાનંદમાં ડૂબેલા કળિયુગના દોષોથી ઉપરેલા જીવીમાં હૃદયમાં પ્રકાશ પુંજ પાથરવાથી અજવાળુ થાય. આમ માયા રૂપી અંધકાર દૂર કરવા જ શ્રી મહાપ્રભુજી કૃષ્ણપક્ષમાં પ્રગટ થયા અને સદા બંધ આપશ્રી ૮૪ બેઠકોમાં બિરાજમાન છો; અને દૈવી જીવોને પોતાના અધિકાર પ્રમાણે અનુગ્રહિત કરી આપશ્રીના અલૌકિક દર્શનનો અલભ્ય ૬ અપી છો.

 

(૭) શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાંઈજી પ્રભુના મુખાવતાર છે, છતાં દ ને વેદાંતના પ્રમાણે બધી જ ક્રિયાઓ કરવાનું કારણ માયાના અંધકારમાં બેલા જીવોને પોતાની વાણી અને આયરણ દ્વારા માર્ગદર્શક બનવા અને * પ્રાપ્તિનો સાચો રસ્તો બતાવવા આપે વૈદિક ક્રિયાઓ કરી,

 

મર્યાદા માર્ગીય ભાવના

 

વિષ્ણુ પુરાણમાં ચૈત્ર વદની વરુથિની એકાદશીના માહાત્મ્યમાં વિદ્યાદાન • ગોદાનને સર્વશ્રેષ્ઠ દાન કહેલા છે.

ચૈત્ર માસમાં મેષ સંક્રાંતિ આવે છે. સંક્રાંતિ રાશિ પ્રમાણે બાર સૂર્ય સંક્રાંતિ કહેવાય છે, અને તે પ્રમાણે મંદિરોમાં પ્રભુને સામગ્રી, શૃંગાર અને ભોગ આરોગાવાય છે. આ બાર સંક્રાંતિમાં ત્રણ સંક્રાંતિ પ્રસિદ્ધ છે. (૧) મેષ સંક્રાંતિ (૨) ધન સંક્રાંતિ અને (૩) મકર સંક્રાંતિ.

 

(૧) મેષ સંક્રાંતિમાં મંદિરમાં પ્રભુને સથવાની સામગ્રી, રાજભોગ અગર ઉત્થાપન સમયે ધરાવાય છે, ને પ્રભુ વાત્સલ્યથી આરોગે છે. મેષ સંક્રાંતિ પ્રથમ સંક્રાંતિ છે, ને મેષના સૂર્ય એ પ્રથમના સૂર્ય છે, ને ઉષ્ણકાળનું આગમન છે. હાલ વ્રજમાં શાન્તનકુંડમાં સોના, ચાંદી, ચોખા અગર તો છાણનો સાથિયો પૂરી

 ત્યાં સથવાની સામગ્રી ધરાય છે. આજે પણ મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસે વૈષ્ણવો પુત્ર પ્રાપ્તિ આ ભાવના રાખી સાથિયાનું દાન કરે છે.

 

(૨) ધન સંક્રાંતિનો સમય માગશર અગર પોષમાં જ્યારે ધનુર્માસનો પ્રારંભ થાય છે ત્યારે મનાય છે. ધન સંક્રાંતિમાં મંદિરમાં પ્રભુને ધનુર્માસની સામગ્રી શીતકાળમાં વહેલી સવારે ધરાય છે, ને ધનુર્માસની સમાપ્તિ પછી ધનુર્માસની સામગ્રી શીતકાળમાં ધરતી નથી. આ સંક્રાંતિનો ગુપ્ત ભાવ છે ને ધનુર્માસની સામગ્રીમાં ગોપીજનોની ગૂઢ ભાવના છે. આ સમયે મંદિરોમાં 'ઘટા થાય અને તેની ભાવનાના પદો ગવાય. જેથી દર્શનનો આનંદ થાય.

 

(૩) મકર સંક્રાંતિનો સમય પોષ સુદ અગર વદમાં જ્યારે સૂર્ય મકર ઋતુમાં ઉત્તરાયણનો સૂર્ય થાય ત્યારે આવે છે. મંદિરોમાં રાજભોગમાં તિલવાની સામગ્રી ધરાય છે. પુષ્ટિમાં જોગી ભોગીની ભાવનાથી પ્રભુને તે દિવસે શ્રૃંગાર અને સામગ્રી ધરાય છે, તેમાં મુખ્ય તિલવાની સામગ્રી તથા ખીચડો ધરાવાય છે. પુષ્ટિમાં સ્નાન, દાન, પૂજ્ય ઇત્યાદિ સેવા સ્મરણમાં સમાઈ જાય છે,

 

ચૈત્ર વદ એકાદશીની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો.

ટિપ્પણીઓ

શું આપ જણો છો ?

श्रीशनिजयंति(SHANI JAYANTI)

ફાગણ વદ એકાદશી : પાપમોચિની એકાદશી (PAPMOCHINI EKADASHI)

महाकवि कविकुलगुरु कालिदासजी

गुरुपूर्णिमा महोत्सव (GURUPURNIMA MAHIMA)

વડ : ધરતિનું કલ્પવૃક્ષ