महाभारत एक परिचय | भाग :- ०३ काल निर्णय

છબી
  महाभारत काल  दुनिया के महान धार्मिक-पौराणिक ग्रंथों में महाभारत काफी लोकप्रिय है. यह ऐसा महाकाव्य है, जो हजारों वर्षो के बाद भी अपना आकर्षण बनाये हुए है. यह काव्य रचना जितनी लौकिक है, उतनी ही अलौकिक भी. इसके जरिये जीवन-जगत, समाज-संबंध, प्रेम-द्वेष, आत्मा-परमात्मा के रहस्यों को समझा जा सकता है. शायद यही वजह है कि समय के बड़े अंतराल के बाद भी इसका महत्व कम नहीं हुआ है. इसी महाभारत में श्रीकृष्ण के कर्म, अनुराग, युद्ध, रणनीति वगैरह के दर्शन भी मिलते हैं. अब तो श्रीभगवद् गीता को प्रतिष्ठित प्रबंधन संस्थानों में पढ़ाया जा रहा है. इसके घटनाक्रम और वृतांत यह जिज्ञासा पैदा करते रहे हैं कि इस काव्य का रचनाकाल क्या है. कोई इसे तीन हजार साल पुराना मानता है तो किसी की मान्यता है कि यह करीब 1400 ईपू या 950 ईपू पुरानी बात है. महाभारत के रचनाकाल पर बीते दिनों बिहार-झारखंड के मुख्य सचिव रहे विजय शंकर दुबे ने पटना के प्रतिष्ठित केपी जायसवाल शोध संस्थान में विशेष व्याख्यान श्रृंखला के तहत अपना लिखित व्याख्यान पेश किया. यह विषय इतना रोचक और दिलचस्प रहा है कि आज भी उसकी लोकप्रियता जस की तस बनी ...

ચૈત્ર સુદ એકાદશી : કામદા એકાદશી (KAMADA EKADASHI)

ચૈત્ર સુદ એકાદશી : કામદા એકાદશી



કામદા એકાદશીનું માહાત્મ્ય વિષ્ણુ પુરાણામાં શ્રીકૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે.


એક વખત મહારાજ યુધિષ્ઠિરે યદુવંશના રાજા ભગવાન કૃષ્ણને પૂછ્યું કે, “હે વાસુદેવ, કૃપા કરીને મારા દંડવત્ પ્રણામ સ્વીકારો. હે પ્રભુ, (માર્ચ એપ્રિલ) ચૈત્ર સુદમાં આવતી એકાદશીનું વર્ણન કરો અને મને આ એકાદશી કરવાની વિધિ અને તેનું શું ફળ મળે છે તે પણ સમજાવો."


ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો, “હે પ્રિય મહારાજ યુધિષ્ઠિર, પુરાણમાં નિર્દિષ્ટ એકાદશીનું વર્ણન ધ્યાનપૂર્વક સાંભળો. એક વખત ભગવાન રામચંદ્રજીના દાદા મહારાજા દિલીપે તેમના આધ્યાત્મિક ગુરુ વશિષ્ઠને ચૈત્ર માસના શુકલપક્ષમાં આવતી એકાદશી કરવાની વિધિ અને તેના નામ વિશે પૂછ્યું.


વશિષ્ઠ મુનિએ જવાબ આપ્યો કે હે રાજન, હું ચોક્કસ તારી ઇચ્છા પૂરી કરીશ. એકાદશીનું નામ કામદા એકાદશી છે. આ પવિત્ર એકાદશી દરેકના પાપોને મૂળથી બાળી નાખે છે અને વ્રત કરનારને પુત્રીની પ્રાપ્તિની બાંહેધરી બક્ષે છે. હવે મારા મુખેથી આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ.


ઘણાં વર્ષો પૂર્વે રતનપુર (ભોગીપુર) નામની નગરી હતી. આ વૈભવી નગરીમાં પુંડરીક નામે રાજા રાજ્ય કરતો હતો. તેની સાથે તેના પ્રજાજનો જેમાં ગાંધર્વો, કિન્નરીઝ અને અપ્સરાઓનો સમાવેશ થતો હતો તે પણ સાથે રહેતા હતા. તે નગરીમાં લલિતા નામે સુંદર અપ્સરા અને લલિત નામે ગાંધર્વ પતિ-પત્ની તરીકે રહેતા હતા. તેઓ એકબીજાના પ્રેમમાં અતિશય ઓતપ્રોત રહેતા અને તેમના વૈભવી ઘરમાં વિવિધ પ્રેમાલાપની પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહેતા હતા. લલિતાના હૃદયમાં તેના પતિ પ્રત્યે પ્રેમ અને લલિતના હૃદયમાં તેની પત્ની પ્રત્યેનો પ્રેમ એટલો પ્રગાઢ હતો કે બંને એકબીજાનો વિરહ

ક્ષણભર પણ સહન કરી શકતા નહીં.


“એક વખત પુંડરીક રાજાના દરબારમાં ઘણાં ગાંધર્વો નાચગાન કરતા હતા અને લલિતે પણ તેની પત્ની વગર ગાન ગાયું. લલિતાની ગેરહાજરીમાં, લલિતનો અવાજ, સૂર શબ્દો અને તાલમાં ઘણી ભૂલો પડી. પ્રેક્ષકોમાં કારકોટકા નામે સર્પને આ રહસ્ય જાણતો હતો તેને રાજાને લલિતના આ પ્રકારના વર્તન પાછળની સત્યતા અંગે ફરિયાદ કરી, આથી રાજા અત્યંત ક્રોધિત થઈ અને લલિતને આ પ્રકારે શ્રાપ આપ્યો. હે પાપી, હૈ મૂરખ, તારી પત્નીના પ્રેમમાં અંધ બનીને તેં નૃત્ય-ગાનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો તેથી હું તને શ્રાપ આપું છું કે તું માનવભક્ષી જંગલી પ્રાણી થા."


પૂંડરિકના શ્રાપથી લલિત તરત જ મોટા રાક્ષસમાં ફેરવાઈ ગયો. જ્યારે લલિતાએ તેના પતિને ન માની શકાય એવા અને અત્યંત બિહામણા ચહેરાવાળો જોર્યો ત્યારે તેણીને અત્યંત દુઃખ થયું. અત્યંત દુઃખમાં તેણીએ શું કરવું અને ક્યાં જવું એ વિચારમાંને વિચારમાં ઘણા રાત-દિવસ વીતાવ્યાં. આ બધી મુશ્કેલીઓ ભૂલીને તે તેના પતિ સાથે જંગલમાં જીવવા લાગી.


“એક વખત તે પોતાના પતિ સાથે આ ગાઢ જંગલમાં ભટકતી હતી તેવામાં લલિતાએ વિધ્યાંચળ પર્વતની શિખર પર શ્રીનાઈ મુનિનો પવિત્ર આશ્રમ જોયો. લલિતા તરત જ ત્યાં ગઈ અને શ્રીનાઈ મુનિને દંડવત પ્રણામ કર્યા. આ સ્ત્રીને જોઈને મુનિએ પૂછ્યું, હે સુંદર સ્ત્રી તું કોણ છે ? તું કોની પુત્રી છે અને શા માટે અહીં આવી છે ? લલિતાએ જવાબ આપ્યો, હે મુનિવર હું વિધન્ય ગાંધર્વની પુત્રી છું. મારું નામ લલિતા છે. હું મારા શ્રાપિત પતિ સાથે આપની પાસે આવી છું. હે મહામુનિ, પુંડરિક રાજાના શ્રાપથી મારા પતિ રાક્ષસ બન્યા છે. હે મુનિ, હું તેમનો બિહામણો અને ભયાનક ચહેરો જોઈને ઘણી વ્યથિત છું. હે મારા પ્રભુ, કૃપા કરીને મને પાપનિવારણની વિધિ બતાવો જેથી મારો પતિ આ શ્રાપમાંથી મુક્તિ મેળવે. હે મુનિશ્રેષ્ઠ, કૃપા કરીને અમને એ રીતે વિધિ બતાવો જેથી તેની રાક્ષસી સ્થિતિ દૂર થાય. લલિતાની આવી વ્યથિત વાણી સાંભળી શ્રીનાઈ મુનિએ કહ્યું, હે ગાંધર્વની પુત્રી, ખૂબ જ નજીકમાં ચૈત્ર માસના શુક્લપક્ષમાં કામ એકાદશી આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી કોઈની પણ મુશ્કેલી દૂર થાય છે અને ઇચ્છા પર્ણિત થાય છે. હે સજ્જન સ્ત્રી, મારી સૂચના પ્રમાણે

તું આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર અને એકાદશી કરવાથી તને જે કંઈ પુણ્ય મળે તે તું તારા પતિને આપજે. આ પુણ્યતા પ્રભાવથી તરત તારો પતિ શ્રાપમાંથી મુક્ત થશે."


હે રાજન, મુનિની સૂચના મુજબ, લલિતાએ અત્યંત આનંદથી આ એકાદશીનું વ્રત કર્યું. દ્વાદશીના દિવસે, લલિતા પરમાત્મા વાસુદેવ અને બ્રાહ્મણોની સામે બેસી જાહેર કર્યું કે, મેં મારા પતિને શ્રાપમાંથી મુક્તિ અપાવવા કામદા એકાદશીનું વ્રત કર્યું છે. હવે આ પુણ્યના પ્રભાવથી મારા પતિ રાક્ષસી દેહમાંથી મુક્ત કરો. આ સમયે તેનો રાક્ષસ પરિવર્તિત પતિ લલિત હાજર હતો. જેવી લલિતાએ પ્રાર્થના પૂરી કરી કે તરત જ તેનો રાક્ષસ પતિ બધા પાપોમાંથી મુક્ત બન્યો અને પવિત્ર ગાંધર્વનો ચહેરો પ્રાપ્ત થયો. ત્યાર પછી લલિત અને લલિતા સુખી જીવન જીવવા લાગ્યા.


ભગવાન કૃષ્ણે કહ્યું કે, મહારાજ યુધિષ્ઠિર, હે રાજન, શ્રેષ્ઠ, દરેકે આ કામદા એકાદશીની વાર્તા સાંભળીને પોતાની શક્તિ પ્રમાણે એકાદશી કરવી જોઈએ. કામદા એકાદશીના જેવું કોઈ સારું વ્રત નથી.

પુષ્ટિમાર્ગમાં કામદા એકાદશીના સંદર્ભમાં એવું માહાત્મ્ય છે કે દક્ષિણમાં આંધ્રપ્રદેશમાં લક્ષ્મણ ભટ્ટજી નામે ઉચ્ચ કોટિના તેલંગ બ્રાહ્મણ રહેતા હતા. લક્ષ્મણ ભટ્ટજીના ત્યાં પુત્ર ન હોવાથી તેમને પુત્ર પ્રાપ્તિની પ્રબળ ઇચ્છા થઈ, એક રાત્રે લક્ષ્મણ ભટ્ટજીને પ્રભુએ સ્વપ્નમાં જણાવ્યું કે, હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રાગટ્ય થવાની ઇચ્છા છે, અને તમારે ત્યાં સો સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું પુત્ર રૂપે પ્રગટ થઈશ. પ્રભુએ લક્ષ્મણ ભટ્ટજીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું તે કામદા એકાદશીનો દિવસ હતો; આથી પુષ્ટિમાર્ગમાં તેને કામદા એકાદશી કહેવામાં આવે છે.

સોમયજ્ઞના અનુસંધાનમાં જણાવાયું છે કે જગતમાં નવ નારાયણો છે, તેમાં યજ્ઞ નારાયણ એ લક્ષ્મણ ભટ્ટજીના કુટુંબના મૂળ પુરુષ છે; તેમણે સો સોમયજ્ઞ કરવાની ઇચ્છા કરી હોવાથી તેમણે ૩૨ સોમયજ્ઞ પૂરા કર્યા, ત્યાર બાદ તેમના પુત્ર ગંગાધરે ૨૮ સોમયજ્ઞ કર્યા, ત્યારથી તેઓ સોમયાજી કહેવાયા. તેમના કેશમાંથી જળધારા નીકળી હોવાથી તેઓ શિવનો અવતાર

મનાતા હતા. તેમને ગણપતિને નામે-નામના પુત્ર હતા, તેમણે ૩૦ સોમયજ્ઞો કર્યા. તેમણે કાશીની વિદ્વાનોની સભામાં સારી કીર્તિ મેળવી, ને ગણપતિ રૂપે દર્શન દીધા ત્યારથી તેમનું સભાઓમાં પ્રથમ પૂજન થતું હતું; તેમના પુત્ર બાલભટ્ટ નામે ઓળખાયા; તેમણે પાંચ સોમયજ્ઞ કર્યા તે સૂર્યની જેમ સંધ્યા સમયે લોકોને દર્શન આપતાં, તેથી સૂર્યના અવતાર મનાતા હતા. તેમને બે પુત્રો થયા, તેમાં લક્ષ્મણ ભટ્ટે પાંચ સોમયજ્ઞ કર્યા, આમ સો સોમયજ્ઞ પૂરા થયા. એટલે અગ્નિકુંડમાંથી મદનમોહનજી સ્વરૂપે પ્રગટ થઈ વરદાન આપ્યું કે સો સોમયજ્ઞ પૂરા થયા હોવાથી હું પુત્ર રૂપે તમારે ત્યાં પ્રગટ થઈશ. આ પછી તરત જ તેજ રૂપે અગ્નિકુંડમાં એ સ્વરૂપ તિરોહિત થયું. આમ સો સોમયજ્ઞ પૂરા થયા એટલે ચૈત્ર સુદ એકાદશીએ પ્રભુએ પ્રગટ થઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું.


મર્યાદા રીતે અનેક સંકટોનો નાશ કરી, પુત્ર આપનારી પુણ્યકારક કામદા એકાદશી કહેવાય છે. નેવરાહ પુરાણમાં એનું માહાત્મ્ય કહેલું છે. કામદા એકાદશીની કથા અને પાઠથી વાજપાઈ યજ્ઞનું ફળ મળે છે.


કામદા એકાદશી વિષયક ક્વિઝ રમવા અને પ્રશંસા પત્ર મેળવવા અહીં ક્લિક કરો.

ટિપ્પણીઓ

શું આપ જણો છો ?

श्रीशनिजयंति(SHANI JAYANTI)

ફાગણ વદ એકાદશી : પાપમોચિની એકાદશી (PAPMOCHINI EKADASHI)

महाकवि कविकुलगुरु कालिदासजी

गुरुपूर्णिमा महोत्सव (GURUPURNIMA MAHIMA)

વડ : ધરતિનું કલ્પવૃક્ષ