अक्षमालिकायै नमः।
🙏મંત્ર સાધના માટે માળા અને તેના સંસ્કાર🙏
📿📿📿📿📿📿📿📿
- સાધકો માટે માળા એ સાધના માટેનું આવશ્યક અંગ છે. અનુષ્ઠાન અને ભક્તિપૂર્વકના સ્મરણમાં માળા એ એક અગત્યનું સાધન છે. માળા પ્રત્યે ભાવના ઉચ્ચ અને પવિત રાખવી. માળા ગમે ત્યાં લટકાવી રાખવી અશુદ્ધ અવસ્થામાં માળાને સ્પર્શ કરવો ડાબા હાથ વડે ગણતરી કરવી લોકોને દેખાડવા માટે, પ્રદર્શનનો વિષય ન બનાવવો. ઈશ્વરનું સ્મરણ કરવા માટેનું આધ્યાત્મિક માધ્યમ છે.
અપ્રતિષ્ઠિત માળાથી જપ નિષ્ફળ જાય છે. દેવતા ક્રુદ્ધ થાય છે. માળાને સંસ્કાર કરવા સુયોગ્ય છે. માળા પ્રત્યે ઉચ્ચ દિવ્યભાવના રાખવી.
સાધકો કાર્યપરત્વે માળાનો ઉપયોગ કરી શકે છે. માળાના ત્રણ પ્રકારો છે.
૧. કરમાળા,
૨. વર્ણ માલા,
૩. મણિમાલા.'
1. કરમાળા :
આંગલીઓ દ્વારા જપ કરવામાં આવે તે કરમાળા કહેવાય છે. જપની ગણતરી આંગળીઓ દ્વારા કરવી
૨. આંગળીના પર્વ ઉપર જપની ગણતરી કરવી શાસ્ત્રમતે બીજો પ્રકાર વધારે યોગ્ય છે. આ મતને વિદ્વતજનો પણ અનુમોદન આપે છે. આનો નિયમ એવો છે કે અનામિકાના મધ્યભાગથી નીચેની તરફ ચાલવું, પછી કનિષ્ઠિકાના મૂળથી અગ્ર ભાગ સુધી અને ફરી પાછુ અનામિકા અને મધ્યમાના અગ્રભાગે થઈને તર્જતીના મૂળ સુધી જવું. ‘‘આ ક્રમમાં અનામિકાના બે કનિષ્ઠિક, ત્રણ, ફરીથી અનામિકાનો એક મધ્યમાનો એક અને તર્જનીના ત્રણ પર્વ કુલ દસ સંખ્યા થાય છે, સાધારણ રીતે કરમાળાનો આ ક્રમ છે. પરંતુ અનુષ્ઠાનભેદ પ્રમાણે તફાવત હોઈ શકે છે. 'શક્તિના અનુષ્ઠાનમાં અનામિકાના બે પર્વ, કનિષ્ઠિકાના ત્રણ, અનામિકાનો અગ્રભાગ એક, મધ્યમાના ત્રણ પર્વ તર્જનીનો એક મૂલ પર્વ આ રીતે દસ પર્વ થયાં.' શ્રીવિદ્યા માટે આનાથી નિયમ અલગ છે.”
આ રીતે દરેક અનુષ્ઠાનમાં તેના પોતાના નિયમ પ્રમાણે કર માળા બને છે. કામ્યકર્મના જપ માળા ઉપર જ કરવાં. ગાયત્રી જપ કરમાળાની રીતે પણ થાય છે. કારણ કે ગાયત્રીનું મૂળ વેદ છે, અને વેદનું પાલન પર્વો પર થાય છે.''કરમાળાનો જપ કરતી વખતે આંગળીઓ અલગ અલગ ન હોવી જોઈએ. થોડી હથેળી વળેલી હોય છે. મેરુનું ઉલ્લંધનના થવું જોઈએ. વેઢાની સંધિએ સ્પર્શ ન થવો જોઈએ મધ્યમાનો મૂલ અને વચ્ચેનો વેઢો સુમેરુ કહેવાય છે.
ખૂબજ ધ્યાનપૂર્વક કરમાળામાં મંત્રજપ કરવા એટલે ધ્યાન વિચલિત ન થાય.
આંગળીઓ થોડી વાંકી કરી જમણા હાથ વડે જપ કરવો. હાથ હૃદય સન્મુખ
લાવી જપ કરવો. ૧૧ વાર ક્રમ લેવો, આથી ૧૦૮ જપ થઈ જશે. ગણતરી માટે રક્તચંદન, લાખ, ગોબર, કમળકાકડી વગેરે લઈ શકાય છે. ચોખા, અનાજ, પુષ્પ, માટીથી ગણતરી ન કરવી. માળાની ગણતરી પણ ન કરવી.
દેવમંત્રની કરમાળા :
અનામિકા આંગળીના મધ્યપર્વથી શરૂ કરીને ક્રમથી કનિષ્ઠ આંગળીના મૂળ પર્વથી જઈ તર્જની આંગળીનાં મૂળ સુધી જવું અહી સુધી દશ પર્વ થાય છે મેરુ ઓળગવો નહી.
શક્તિમંત્રની કરમાળા :
અનામિકા આંગળીના વચ્ચેના પર્વથી શરૂ કરીને કમથી કનિષ્ઠા આંગળીના મૂળ તથા મધ્યમાના મૂળ પર્વથી જઈ તર્જનીના મૂળ પર્વ સુધી જવું. આ પ્રમાણે દશ પર્વ થઈ જાય છે. અહીં તર્જનીતા વચ્ચેના અગ્રપર્વને સુમેરુ માનવામાં આવે છે. એનાં પર જપ કરવા વર્જિત છે.
- ઉપરોક્ત કમ દસ વાર કરવો.
✍🏻
વર્ણમાળા :
‘અ થી લઈને ક્ષ સુધીના વર્ણોને વર્ણમાળા કહેવાય છે. ૫૧ વર્ણોમાંથી અ થી લઈને હ સુધી પંચાશદ વર્ણ વર્ણમાળામાં ગણાય છે. ક્ષ વર્ણમાળાનો મેરુ માનવામાં આવે પ્રત્યેક વર્ણ સાથે અનુસ્વાર જોડીને ઉચ્ચાર કરવો અનુલોમ વિલોમ ક્રમથી અ થી હ સુધી અને હ થી અ સુધી જપ કરવો. અ વર્ગના ૧૬ , ક વર્ગથી પ વર્ગ ૨૫, ૫ થી હ વર્ગના આઠ, એક લકાર આ રીતે ૫૦ થાય. ત્રણ અને જ્ઞ ને સંસ્કૃતમાં સંયુક્તાક્ષર માનવામાં આવે છે. વર્ગ આઠ માનવામાં આવે છે. અં કં ચં ટં તં પં યં શં. આ અક્ષરો માળાનાં મણિ મનાય છે.
ષટચક્રોમાં રહેલ દરેક વર્ણ મણિમાલા રૂપે ગૂંથાયેલા છે. અંતઃ અને બાહ્ય બંનેમાં એનો ઉપયોગ થાય છે. સર્વ રીતે સિદ્ધિપ્રદ છે.”
અકારાદિ વર્ણનાં દરેક વર્ણના ઉચ્ચાર પછી ઈષ્ટ મંત્રનો પણ ઉચ્ચાર કરવો. આ રીતે ૧૦૮ જપ થાય તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. લોમ વિલોમની રીતે ૧૦૮ જપ મૂળમંત્ર સાથે પૂર્ણ કરવાં આ વર્ણમાળા જપ કહેવાય છે.
મણિમાળા :
જપની અધિક સંખ્યા હોય, પુરશ્ચરણ વગેરે અનુષ્ઠાનોમાં ૧૦૮ મણકાની માળાનો ઉપયોગ થાય છે. કાર્ય પરત્વે મણકાની સંખ્યા રાખવામાં આવે છે.
“૫૦ મણકાની માલા ધનપ્રાપ્તિ માટે, સર્વ ઈચ્છાઓની પ્રાપ્તિ માટે ૨૭ મણકા, મારણ અભિચાર કર્મમાં ૧પની સંખ્યામાં મણકા, કામ્યસિદ્ધિ માટે ૫૪ મણિ, સર્વપ્રકારનાં કાર્યોની સિદ્ધિ માટે ૧૦૮ મણકાઓની માળા બનાવવી જોઈએ .
લગભગ ૧૦૮ મણિમાળાનો ઉપયોગ થાય છે.”
માળામાં વપરાતો દોરો બ્રાહ્મણ કન્યા દ્વારા કાંતેલા સૂતરમાંથી બનાવેલ હોય તો તે શ્રેષ્ઠ છે. કામના પરત્વે દોરાનો રંગ હોય છે. અભિચાર કર્મમાં કાળા રંગનો દોરો, વશીકરણમાં લાલ, શાન્તિકર્મમાં સફેદ, મુક્તિ અથવા ધનપ્રાપ્તિ માટે રેશમી સૂતરનો દોરો નાંખીને માળા બનાવાય છે. લાલ રંગનું સૂતર સર્વપ્રકારનાં કાર્યોમાં પ્રયુક્ત થાય છે. અમુકતંત્રમાં બ્રાહ્મણ - શ્વેત, ક્ષત્રિય - રક્ત - વૈશ્ય
- પીત શુદ્ર-કાળો માળા અનેક પ્રકારની હોય છે, અને અનેક વસ્તુઓમાંથી બને છે. રુદ્રાક્ષ, સ્ફટિક, શંખ, મહાશંખ, કમળકાકડી, રત્ન, મુંગા, સોનું,ચાંદી, કુશમૂળ વગેરેમાંથી માળા બને છે. કામના પરત્વે અને દેવતા પ્રમાણે માળામાં ભેદ હોય છે .
રૈત્નની માળા ભોગ મોક્ષ પ્રદાયિની છે. સ્ફટિક મુક્તિ આપનારી, સુવર્ણમાળા ધન આપનારી છે. પુત્રજીવમયી પુત્ર આપે છે. કમળકાકડીની માળા ધન ધાન્ય વધારનારી ચંદનની માળા સર્વ પાપોનો નાશ કરનારી છે. રક્તચંદનની માળા કામના પ્રદાન કરે કરે છે. કુશગ્રંથિની માળા અતિ શુદ્ધિ આપનારી છે. રુદ્રાક્ષ મોક્ષ છે.”
કેટલાક તંત્ર ગ્રંથોમાં માળાના ફળકથન પરત્વે ભેદ પણ જોવા મળે મુણ્ડમાલતંત્રમાં કમળકાકડીની માળાને બહુપુત્રદા, સ્ફટિકને માળાને સંપતિ આપનારી, બતાવી છે. સ્મશાનમાં ઉગેલા ધતુરાના ફંડવાની માળાથી ધૂમાવતી વિદ્યા સિદ્ધ થાય છે. પુરૂષની આંગળીઓની માળા સર્વસિદ્ધિ આપનારી છે.કુશગ્રંથિમાલા સર્વયજ્ઞ ફલપ્રદાપણ બતાવી છે. આ અતિ ગુપ્ત છે. નાડીથી ગ્રંથિત માળા મહાસિદ્ધિપ્રદાહોય છે.
✍🏻
📿📿📿📿📿📿📿📿📿
આંગળીઓની ગણનાથી એકઘણું રેખાથી આઠઘણુ, પુત્રજીવાથી દસઘણું.
શંખની માળાથી હજરઘણું, પ્રવાલની માલાથી દસ હજાર ઘણું, સ્ફટિક અને મૌક્તિકની માલાથી લાખઘણું દર્ભની ગ્રંથિની માળાથી કોટિઘણું, રુદ્રાક્ષની માળા અનંત ઘણું ફળ આપનારી છે."
મહાશંખની માળાથી નીલ સરસ્વતી વિદ્યા સિદ્ધ થાય છે.પુરશ્ચર્યાર્ણવમાં
મહાશંખની માળાથી મહાકાળી સાધના સિદ્ધ થાય તેમ પણ બતાવ્યું છે. તંત્રસાર જણાવ્યું છે કે મહાશંખની માલા તારાદેવીને ખૂબજ પ્રિય છે. હાથી દાંતમાંથી ગણેશનાં અનુષ્ઠાનો થાય છે. રુદ્રાક્ષ અને રક્તચંદનની માળાથી
બનાવેલમાળાથી ત્રિપુરાની સાધના થાય છે.
વૈષ્ણવો તુલસીની માળાથી જપ કરે છે. શાંતિ અને પૌષ્ટિક કાર્યોમાં,
વશીકરણમાં પ્રવાલ, હીરા તથા મણિની માળાથી જય કરવો. આકર્ષણમાં મત્ત.હાથીના દાંતની માળા વાપરવી. વિદ્વેષણ અને ઉચ્ચાટનમાં જે તે શત્રુનાં માથાના વાળની દોરી બનાવી તેમાં ઘોડાનાં દાત પરોવી માળા વાપરવી જ યુદ્ધ સિવાય
બીજા કોઈ કારણથી મૃત્યુ પામેલામાણસ અથવા ગધેડાના દાંતની માળા વાપરવી.
ધર્મકાર્યોમાં શંખની માળા વાપરવી. સર્વકામનાની સિદ્ધિ માટે કમળકાકડીની માળા ૧૫૨વી, વળી રુદ્રાક્ષની માળાથી જે જે મંત્રનો જપ કરવામાં આવે તે દરેક સફળ થાય છે. વિદ્યા પ્રાપ્તિ માટે સ્ફટિક રુદ્રાક્ષ પ્રવાલ અથવા જિયાપોતાની માળ ઉત્તમ છે .
મહાશંખમાળા :
મહાશંખમાળાને મહાશંખમાળા વિના સિદ્ધિ પણ મળતી નથી. તંત્રની ભાષામાં રહસ્યમાલા કહી છે. આ માળાનો માતૃકાભેદતંત્રમાં ઉલ્લેખ કરેલો જોવા મળે છે. કે મહાશંખમાળ થી તારા અને સર્વ વિદ્યાઓની સાધના માટે જપ કરી શકાય છે.… જયારે વીરતંત્રમાં કામ અને તારા સાધના માટેજ આનો ઉપયોગ કરી શકાય તેવો ઉલ્લેખ છે. ગંધર્વતંત્ર મતાનુસાર વીરસાધકજ મહાશંખ માળાનો ઉપયોગ કરી શકે છે. અન્ય સાધકો માટે શુભ નથી.
સમાયાચારતંત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. કે વર્ષમાળાનો સોવાર જપ કરવાથી જે ફળ મળે છે તે અસ્થિમાળાથી એકજવાર જપ કરવાથી ફળ મળે છે." ગુપ્ત સાષનતંત્ર મતાનુસાર અસ્થિમધ્યમાં અકારથી લઈને સર્વ વર્વ માતૃકાઓ વિધમાન છે. આ માળાથી જપ કરવાથી અણિમાદિ વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.એ માતૃકા ભેદતંત્રમાં આવોજ ઉલ્લેખ જોવા મળે છે. મહાશંખમાળાથી જપ કરવાથી અષ્ટ સિદ્ધિઓ હસ્તગત થાય છે. સાક્ષાત શિવરૂપ થાય છે, એના દર્શન માત્રથી સર્વતીર્થોનું ફળ મળે છે.
ત્રિશક્તિતંત્ર મતાનુસાર આવી માળા પચાસ મણકાઓની હોય છે. કાન અને નેત્રના વચ્ચેનાં હાકડાંને મહાશંખ કહે છે. આને સર્વથા ગુપ્ત રાખવી.'
સમયાચારતંત્ર મતાનુસાર અડધા બળેલા પુરુષના માથાના હાકડાનો ઉપયોગ કરવો, પ્રાણતોષિણિમાં બતાવ્યું છે કે વજઘાત, સર્પદંશથી મૃત્યુ, પાણીમાં ડૂબીને થયેલ મૃત્યુ, વાધ દ્વારા નાશ કરવામાં આળેલ મનુષ્યનું મૃત્યુ. ચંડાળનું
પણ હાડકુ ગ્રાહ્ય છે. કપાયેલા માથાને છુપાવીને રાખવું તુલસી, ગોબર મંગાજળ શાલિગ્રામ વગેરેથી સ્પર્શ ના થવા દેવુ, શક્તિસંગમતંત્રમાં ઉલ્લેખ છે કે કાન
અને નેત્ર વચ્ચેનું હાડકુ મહાશંખ માળા માટે ઉત્તમ છે. અન્ય હાડકાઓની અસ્થિમાળા મધ્યમ ગણાય છે. આગળના બે મોટા દાંત રાજદંત ગણાય છે, જે માશંખમાળાનો મેરુ ગણાય છે. કાલીતંત્રમાં પણ ઉલ્લેખ છે કે દાંતોની બનેલ માળાનો મેરુ પણ રાજદંતથી કરવો. ભિન્ન ભિન્ન તંત્રોમાં એકજ માળા જુદી જુદી કામના સિદ્ધ કરે છે તેવા ઉલ્લેખ જોવા મળે છે.
🙏નમ્રનિવેદન🙏
કોઈ પણ હિંસક બાબતોનો , વર્તમાન સમય અનુસાર ,કાયદાઅનુસાર સ્વમતિ અનુસાર કાર્ય કરવું અને ગ્રાહ્ય રાખવું.
📿📿📿📿📿📿📿📿📿📿
માળા કેવી રીતે બનાવવી ? તેને સંસ્કારિત કઈ રીતે કરવી ? આ બંને બાબતો સાધના માટે ઉપયોગી છે. માળાના મણકા નાના મોટા ના હોવા જોઈએ. દોરી વિપ્રકન્યા- પાસે કંતાવીને બનાવેલી હોવી જોઈએ. માળા ગૂંથતી વખતે વર્ણ માતૃકા અથવા ઈષ્ટમંત્રનું સ્મરણ કરવું જોઈએ. જૂના સડેલા, તૂટેલા ગંદા મણકા ન વાપરવાં. દોરી પણ નવીન ગ્રહણ કરવી. બે મણકાની વચ્ચે ગાંઠ લગાવવી હોય તો લગાવી શકાય છે. કોઈ ત્રણ ગ્રંથિ લગાવાનું સ્વીકારે છે. એને બ્રહ્મગ્રંથિ કહે છે. મહાતંત્ર ગ્રંથ પુરશ્ચર્યાવા ગ્રંથિ લગાવાના મતને સ્વીકારે છે માળા બનાવવાનું કાર્ય શુભમુહુર્તમાં કરવું.
મેરુ લગાઈ જાય પછી માળાને “પીપળાના નવ પત્તા લાવી પાણીવાળા કરી અષ્ટદળની માફક ગોઠવી તેના ઉપર વચ્ચેના પાન ઉપર માળા મૂકવી. ૫૦ વર્ણમાતૃકાઓનું અનુસ્વાર સાથે ઉચ્ચારણ કરવું. પછી પંચગવ્યથી પ્રક્ષાલન કરી સોજાત મંત્રથી જળવડે ધોઈ નાંખવી. પછી વામદેવ મંત્રથી ચંદન, અગર ગંધ દ્વારા ધર્ષણ કરવું.”અધોરમંત્ર વડે ધૂપદાન કરવું. તત્પુરુષ મંત્રથી લેપન કરવું. માળા તાંબાના પાત્રમાં મૂકવી.
સોજાત મંત્ર :- ૐ સઘોજાતે પ્રપદ્યામિ સઘોજાતાય વૈ નમો નમઃ ભવે ભવ નાતિ ભવે ભવસ્વ માં ભવોદ્ભવાય નમઃ વામદેવમંત્ર :- ૐ વામદેવાય નમો જ્યેષ્ઠાય નમઃ શ્રેષ્ઠાય નમો કાલાય નમઃ કલવિકરણાય નમો બલવિકરણાય નમઃ બલાય નમો બલપ્રમથનાય નમ:સર્વભૂત દમનાય નમો મનો ન્મનાથ નમઃ
અધોર મંત્ર :- ૐ અધોરેપ્યોડથ ઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્યઃ સર્વતઃ સર્વ સર્વેભ્યો નમસ્તે રુદ્ર રુપેભ્યઃ સર્વતઃ સર્વસર્વેભ્યઃ
તત પુરુષમંત્ર - ૐ તત્પરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત્
ઉપરોક્ત દરેક મંત્ર પ્રત્યેક માણકા ઉપર એક વખત અથવા સો વખત ઈશાન મંત્રનો ઉચ્ચારણ કરવો.
ઈશાનમંત્રઃ- ૐ ઈશાનઃ સર્વવિદ્યાનામીશ્વરઃ સર્વભૂતાનાં બ્રહ્માધિપતિબ્રાહ્મણે ડધિપતિ બ્રહ્મા શિવો--મે મુસ્તુ સદાશિવોમુ.
- આ ક્રિયા પત્યા પછી ઈષ્ટદેવતાની પ્રતિષ્ઠામંત્રોથી માળામાં દેવતાની પ્રતિષ્ઠા કરવી. શક્તિની પ્રતિષ્ઠા કરી હોય તો નીચેનો મંત્ર બોલવો.
Ø માલે માલે મહામાલે સર્વતત્વ સ્વરૂપિણિ, ચતુર્વગસ્વયિ ન્યસ્તસ્તસ્માને સિદ્ધિદા ભવ. રક્તવર્ણમાં પુષ્પોથી પૂજન કરવી.
* ‘માળાને હલાવવી નહીં. પોતે પણ હલવું નહીં. * જપ કરતી વખતે માળાનો અવાજ ન થવો જોઈએ અથી લઈને ક્ષ સુધી દરેક વર્ણને સંપુટિત કરી, ઈષ્ટમંત્રના ૧૦૮ વાર જપ કરવાં, એકસો આઠ આહુતિ આપવી.” માલા અપવિત્ર હાથો વડે અપવિત્ર જગાએ ન મૂકવી અપવિત્ર હાથો વડે જપકાર્ય ન કરવું. મેરુનું કદાપિ ઉલંધન ન કરવું. તૂટી જાય તો ફરીથી માલાસંસ્કાર કરી જપ કાર્યમાં ઉપયોગમાં લેવી ઉપયોગ પણ કરવો.” પછી પ્રાર્થના કરવી માળાને
ગુપ્ત રાખવી. ગૌરમુખીમાં રાખીને જપ કરી શકાય છે. ઉપરના નિયમોનું સંપૂર્ણ પણે પાલન કરનાર સાધક સિદ્ધિ લાભ પ્રાપ્ત કરે છે.
માળા સંસ્કારની એક પ્રક્રિયા આગમકલ્પદ્રુમમાં જણાવી છે. ભૂત શુદ્ધિ વગેરે કરી માળામાં પંચદેવનું આવાહન કરી પૂજા કરવી. પછી માળાને પંચગવ્યમાં નાંખવી છે સૌઃ મંત્રબોલી માળા. બહાર કાઢવી. સોનાના પાત્રમાં મૂકવી. તે માળાને પંચામૃતથી સ્નાન કરાવવું. ચંદન કસ્તુરી, કંકુ વગેરે સુગંધિત દ્રવ્યો વડે લેખ કરવો છે.સં. મંત્રનો ૧૦૮ વાર જપ કરવો ત્યારબાદ માળામાં નવગ્રહ, દિકપાલ, અને ગુરુદેવનું સ્થાપન કરવું. પછી આવી માળા વડે જપ કરવો.
માળાની આવશ્યકતા, એના ભેદ નિર્માણ પદ્ધતિ, સંસ્કાર અને પ્રાયશ્ચિત વગેરે અનુષ્ઠાન કરવું.)
મંત્રજપ વખતે પાળવાના નિયમો :
(૧) મંત્ર દીક્ષાથી પ્રાપ્ત કરેલો હોવો જોઈએ. પુસ્તકમાંથી વાંચીને જપ ન કરવાં, તે સિદ્ધિપ્રદ નથી.
(૨) મનની એકાગ્રતા માટે બારમાસમાં એક માસ એકાંત સેવન કરવું. મનને શાંત કરી એકાગ્રતા પૂર્વક મંત્રજપ કરવાં.
(૩) વિચારો શુદ્ધ અને સાત્વિક કરવાં. અનુષ્ઠાન વખતે અનુષ્ઠાનનાં સર્વનિયમોનું પાલન કરવું
(૪) નિયમપાલનમાં કદાપિ આળસ ના કરવી. સતત જાગૃત રહેવું. નિદ્રા બહુ ઓછી લેવી.
(૫) મંત્રજપ વખતે આજુબાજુમાં જો જો કરવું.
ટિપ્પણીઓ